SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રના નિડયાદવાળા ભાઈ ફૂલચંદ શાહે પણ તેમણે જવાબદારી લીધી. પડ્યાજી જેવા જૂના જોગી, ખેડા, નાગપુર અને ખેારસદના અનુભવી, મઢી થાણા ઉપર ગયા. એારસદવાળા અંબાલાલ પટેલ આાલદા, અને નારણુભાઈ બુહારી છાવણી સંભાળીને બેઠા. પણ આખા તાલુકાના મુસલમાન ભાઈ એની ખાસ સેવામાં ૭૫ વર્ષના યુવાન અબ્બાસસાહેબ તૈયબજી અને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનેા અનુભવ મેળવી આવેલા અનુભવી ઇમામસાહેબ રોકાઈ ગયા. આવી લડત પ્રકાશનખાતા વિના શી રીતે ચાલે ? બધા ખેડૂતાની પાસે દૈનિક છાપાં લેવાની અથવા નવજીવન'ના પણ ગ્રાહક થવાની આશા ન રાખી શકાય, અને બહારનાં છાપાં તે। લડતને ખાદ્ય ચિતાર આપે. એટલે ભાઈ જુગતરામ દવેના હાંથ નીચે પ્રકાશનખાતું ખાલવામાં આવ્યું. · શ્રી. કલ્યાણજીને પ્રકાશનવિભાગમાં ગણીએ તેા ખેાટું નથી. કારણ ભાઈ જુગતરામની કઞામય અને કસાયેલી કલમ અને ભાઈ કલ્યાણજીને ચિત્રા ખેચવામાં સિદ્ધ થયેલેા હાથ એ કે પ્રકાશનખાતાના પ્રાણરૂપ હતાં. આ પ્રકાશનખાતામાંથી રાજ યુની ખબર આપનારી એક પત્રિકા કાઢવાનું, શ્રી. વલ્લભભાઈનાં ભાષણા છૂટાં છાપવાનું, મુંબઈનાં દૈનિકાને ગુજરાતી અને અંગ્રેજીમાં ખભરા મેાકલવાનું, ફોટોગ્રાફા મેકલવાનું યેાજવામાં આવ્યુ. લડત પૂરજોસમાં ચાલવા માંડી ત્યારે આ ખાતામાં યંગ ઈંડિયા ’ના પાકા અનુભવી ભાઈ પ્યારેલાલે જોડાઈ ને અંગ્રેજી વિભાગ કુશળતાધી સંભાળી લીધે . ખબરની પત્રિકાએ પહેલી સાઇકલેાસ્ટાઈલથી કાઢવામાં આવતી હતી, ઘેાડા જ દિવસમાં સૂરતમાં તે છપાવવાની વ્યવસ્થા થઈ અને આરભથી જ ૫,૦૦૦ નકલેા ઊડી જવા લાગી. આ પત્રિકાએ લેાકેાના રાજા ખારાક થઈ પડી, તેમને રાજરાજ લડતનેા રસ લગાડી શૂર ચડાવનાર રખુશિંગું થઈ પડી. મુંબઈનાં દૈનિકા રાજરાજ એ પત્રિકાએ સળંગ ઉતારવા લાગ્યાં, ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને ગામેામાં એની નકલેા જવા લાગી, અને લડતના એત્રણ મહિનામાં તા એની ચૌદ હજાર નકલા ઊડી જવા લાગી, ' ૪૭ :
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy