SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે, અને દેવાળાનું એક પણ ચિ નજરે દેખાતું નથી. ૩. સેટલમેંટ અમલદારે પોતાનું કાર્ય બરાબર કર્યું છે એ સરકારના દાવાને તમે તમારા કાગળના ચોથા ફકરામાં ઇનકાર કરે છે, અને વિશેષમાં એમ જણાવે છે કે તેને રિપોર્ટ “રેડ ઑફ રાઈટ્સ”માંથી. મળતી અચેકસ ખબર પર, અને અસાધારણ વરસેંમાં ચાલતા ભાવ, પર જ મુખ્ય આધાર રાખી ઘડવામાં આવ્યું છે. જે “રેકર્ડ ઓફ - રાઈટ્સ”માં ખાતેદારે વચ્ચે થતા જાહેર વ્યવહારની નોંધ રહે છે તે રેકૉર્ડ : ઓફ રાઈટ્સ”ની હકીકત અને આંકડા અકસ છે એમ તમે ક્યા કારણોસર : માનો છો, એ તમે જણાવ્યું નથી. એ આંકડા અચોકસ છે એમ સરકાર. તે માનતી જ નથી. રિપોર્ટના આંકડા અસાધારણ વરમાં ચાલતા. ભાવ પરથી ઠરાવવામાં આવેલા છે, એનો રદિયે ચોર્યાસી તાલુકાનું મહેસૂલે મંજૂર કરતી વખતે સરકારે પિતાના ઠરાવમાં પૂરેપૂરે આપી દીધે છે. સેટલમેંટના વિરોધ કરનારાઓ એમ પ્રતિપાદન કરવા માગે છે કે ઓગસ્ટ ૧૯૧૪ પછી સમસ્ત દુનિયામાં જે પરિસ્થિતિ ચાલી રહેલી છે તે . અસાધારણ અને ક્ષણિક છે. અને ૧૯૧૪ના ઔગસ્ટ પહેલાં દુનિયાને જે રંગઢંગ હતો તે જ રંગઢંગ વહેલામાં વહેલો થઈ જશે. પણ જે મહાયુદ્ધને સમાપ્ત થયે દશ વરસ વીતી ગયાં છે, છતાં પણ જેની કાયમી અસર હજુ પણ ટકી રહેલ છે તે વસ્તુને લક્ષમાં રાખ્યા સિવાય રજૂ કરવામાં આવતું દષ્ટિબંદુ સરકાર માન્ય રાખી શકતી નથી. અમલદારેના અભિપ્રાય સાથે સરકારને શું લાગેવળગે? ૪. તમે ગણોત અને સાંથનો પ્રશ્ન ઉઠાવી, સરકારના જ કેમ જાણે : સત્તાવાર નિર્ણય હોય તેવી રીતે કેટલાક અમલદારોના અભિપ્રાયો ટાંક્યા છે. ચોકસાઈને દાવો કરી શકાય એવા આંકડાઓ અને પુરાવાઓ હાલ કેટલોક સમય થયાં જ મળતા થયા છે. એ અગત્યના મુદ્દાનું મહત્ત્વ ઉપરના. અમલદારે બરાબર આંકી શક્યા હોય એમ લાગતું નથી. આવા. આંકડાઓ “રેકૉર્ડ ઓફ રાઈટ્સમાંથી હવે મળવા લાગ્યા છે. અને તેને . ઉપયોગ થોડાંક વરસ થયાં થઈ રહેલ છે એ સરકાર તરફથી તાજેતરમાં. મંજૂર થયેલ આંકણીઓને લગતા સુમારે બારીકાઈથી જેવાથી સ્પષ્ટ થશે. સરકારે કઈ પદ્ધતિ સ્વીકારેલ છે તે જાણવા માટે તમારે ૧૯૨૭ની ૧૭મી માર્ચના રોજ ધારાસભામાં નામદાર રેવન્યુ મેમ્બરે પોતાના ભાષણમાં જેધોરણ સત્તાવાર રીતે જાહેર કરેલ છે તે જોવું જોઈએ, કારણ કે એ. 'A- 11
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy