SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ન લડત કેમ મંડાઈ? ભાષણમાં જે ધારણુ જાહેર કરેલ છે તેને જ અક્ષરશઃ ગવર્નર અને તેની કાઉન્સિલ હાલ પણ વળગી રહેલ છે. - ૫. સરકારને ભલામણ કરવામાં આવી હતી તે મુજબના દરેમાં ફેરફાર કરવામાં જે હેતુ સરકારે રાખે હતો તેને તમે ઘણું જ અવળે અર્થ તમારા કાગળના છઠ્ઠા ફકરામાં કર્યો છે. ઉપરના એક ફકરામાં સરકારના હેતુઓનો અવળે અર્થ કરવાનો જે આપ તમારા ઉપર મૂકવામાં આવ્યું છે તેવા જ અપને તમે આ બાબતમાં પણ પાત્ર થાઓ છો. . ૬. તમારા કાગળના ૮મા ફકરામાં “સ અને સેટલમેંટ મેન્યુઅલ”ની જે નકલ પરથી તમે ઉતારે કર્યો છે, તે નકલમાં આજ સુધી થયેલા સુધારાઓ આવી જતા નથી જણાતા. તમે જે કલમ ટાંકે છે તેમાં શેડે સુધારો થયો છે, અને તે ઉપરથી તમે જોશે કે મેં ૧૬ મી ફેબ્રુઆરીના ૭૨૫૮-બી/૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળમાં જે ગામડાંના દરે વધારવામાં આવ્યા છે તેને ખુલાસે આ હતા તે બરાબર છે. વળી તમે ૧૯૦૧ની ૨૭મી ફેબ્રુઆરીના ૧૦૪૭ નંબરના સરકારી ઠરાવને વટહુકમ ટાંકી જણાવો છો કે નવી મહેસૂલપદ્ધતિ ૧લી ઓગસ્ટ અને જમીન મહેસૂલના પહેલા હપ્તાની તારીખ વચ્ચેના દિવસોમાં અમલમાં મુકાવી જોઈએ. આ સંબંધી એટલું જ જણાવું છું કે અસલની પદ્ધતિ બદલીને વધારે વ્યવહાર અને વાજબી પદ્ધતિ હવે ગ્રહણ કરવામાં આવી છે. અને નવી પદ્ધતિ અનુસાર, જે વરસે નવી પદ્ધતિને અમલ કરવાનું હોય છે તે વરસના બધા હપ્તા ભરાઈ જાય તે બાદ જ નવી પદ્ધતિને અમલ કરાય છે. આ જાતના ફેરફારે કાયદાની કલમેની હદમાં રહીને અમલી ખાતાના હુકમની રૂએ થાય છે, અને તે હુકમમાં સરકારને ચાહે તે ફેરફાર કરવાની છૂટ હોય છે–એટલે નવી આંકણી દાખલ કરવામાં કશી અનિયમિતતા થઈ હોય એમ નથી. ૭. તમારા કાગળોમાં નહિ પણ ૧૯૨૮ ના ફેબ્રુઆરીની ૨૩ તારીખના બબે ક્રોનિકલ’માં ઉઠાવેલ મુદ્દા વિષે તમારું ધ્યાન ખેંચવા માગું છું. મુદ્દાની મતલબ એ છે કે સરકાર ઇગતપુરી કન્સેશને નામે જાણીતી થયેલી રાહતો લોકોને આપી પ્રજાને પિતાના પક્ષમાં લેવા કદાચ પ્રયત્ન કરશે!' આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે “ઇગતપુરી કન્સેશન” આપવાની માગણી થઈ ત્યારે સરકારે તેની ઘસીને ના પાડી, પણ હવે બારડેલીના ખેડત લડી લેવા માગે છે એમ ખબર પડી છે એટલે સરકાર “ઇગતપુરી
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy