SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્હેલી સત્યાગ્રહનો ઇતિહાસ પેલાં થોડાં ગામએ પણ પિતાનો વિચાર ફેરવ્યું. તેમના આ ઠરાવનો કેવાં ગંભીર પરિણામ આવે તે મેં લોકોને સમજાવ્યું. આવી લડત લંબાય. પણ ખરી. તેમાં અનેક સંકટે પડે અને જમીન પણ ખાવી પડે, એ વિષે પણ વિવેચન કર્યું. પણ લોકે પોતાના નિર્ણયમાં મને મક્કમ લાગ્યા. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકાર સાથે ભારે ઝગડો બનતાં લગી ટાળવાને હું ઇંતેજાર હોવાથી તેને પોતાને નિર્ણય બરાબર તોળી જેવાની મેં સલાહ આપી, અને છેવટને ઠરાવ કરતાં પહેલાં હું આ૫. નામદારને લખી જેઉં એવી મેં માગણી કરી. તેમણે મારી સલાહ માની, અને એક અઠવાડિયું રાહ જોવાનું તથા આ વસ્તુનો ફરી વિચાર કરી લેવાનું કબૂલ કર્યું, અને ૧૨મી તારીખે ફરી મળવાનું ઠરાવ્યું. લોકેને પાકે વિચાર કરી નિર્ણય ઉપર આવવાને આથી વધુ વખત મળત તો મને બહુ ગમત, પણ તેમ કરવું શક્ય નહોતું, કારણ હપ્તાની પંદર દિવસની મુદત તા. ૨૦મીએ પૂરી થાય છે. સરકારની જમીન મહેસૂલની નીતિને લીધે કમનસીબ ગુજરાતને બહુ વેઠવું પડયું છે. તેનાં પરિણામો અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તો સ્પષ્ટ દેખાય છે. સૂરતની દશા પણ કાંઈ વધુ. સારી ન હોત. પણ ત્યાંના બારડોલી તથા બીજા કેટલાક તાલુકાઓમાં મુખ્ય પાક રૂનો છે, અને છેલા મહાયુદ્ધને પરિણામે રૂના ભાવમાં થોડાં વરસે અસાધારણ ઉછાળાનાં આવી ગયાં. ખેડા જિલ્લાનો એક વખત માતબર ગણાતા માતર તાલુકે આજે ફરી ન ઊડી શકે એવી પાયમાલીમાં આવી ગયા છે. એ જ જિલ્લાના મહેમદાવાદ અને બીજા કેટલાક તાલુકાઓની. એવી દશા થવા બેડી છે, અમદાવાદના ધૂળકા અને ધંધુકા તાલુકાનાં ભવિષ્ય પણ સારાં વરતાતાં નથી. આ બધું સરકારની મહેસૂલનીતિને પરિણામે થવા પામ્યું છે એ સહેજે સાબિત કરી શકાય એમ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી જ્યારે મેં તા. ૧૯મી જુલાઈ ૧૯૨૭ના મહેસૂલી ખાતાના સરકારી ઠરાવ નં. ૭૫૪૪૨૪ નું નીચે જણાવેલ છેલ્લું વાક્ય વાંચ્યું ત્યારે મને દુઃખ સાથે આશ્ચર્ય થયું ઊલટું, ગવર્નર અને તેની કાઉન્સિલને તો શંકા જ નથી કે હમણું મહેસૂલમાં વધારે કરવામાં આવ્યો છે તે છતાં આવતાં ત્રીસ વરસમાં તાલુકાને ઇતિહાસ વધતી જતી આબાદીને જ હશે.” * મારે એટલું ઉમેરવાની જરૂર છે ખરી કે ગુજરાતના બીજા ભાગે વિષેની આવી આગાહીઓ હમેશાં બેટી પડી છે ? ૭૫૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy