SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ લડત કેમ મડાઈ? સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો એ શરતે બંધાય છે–એક તે એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે, અથવા તો નિષ્પક્ષ પંચ નીમે, તો તેઓ તુરત મહેસૂલ ભરી દે. આ બેમાંથી એક રસ્તે કાઈ પણ આબરૂદાર સરકારને લે મુશ્કેલ ન હૈ જોઈએ. લિ. આપને, ૧ લી માર્ચ, ૧૯૨૮. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ - વિષ્ટિને પત્ર (નામદાર ગવર્નરને શ્રી. વલભભાઈને પત્ર), - અમદાવાદ, ૨૬-૨-૧૯૨૮. સાહેબ, આપ નામદારને હું જે બાબત લખવાની રજા લઉં છું તેમાં -ગુજરાતના એક લાખ ખેડૂતોના હિતને પ્રશ્ન સમાયેલો છે. આ કાગળ હું આપને ભારે સંકેચ સાથે અને મારી જવાબદારીને ચોકસ ખ્યાલ રાખીને લખું છું. વળી હું સીધા આપ નામદારને જ લખવાની છૂટ લઉં છું, કારણ એ બાબત અતિશય જરૂરી છે તથા લોકેને માટે અને કદાચ સરકારને માટે પણ બહુ મહત્ત્વની છે. સૂરત જિલ્લાના બારડેલી તાલુકાના જમીન મહેસૂલની નવી આકારણમાં ૨૨ ટકાને વધારે કરવામાં આવ્યું છે, અને મહેસૂલી ખાતાના તા. ૧૯મી જુલાઈ ૧૯૨૭ ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/ર૪ની રૂએ તેનો અમલ ચાલુ સાલથી થવાનો છે. આથી કેનાં દિલ બહુ ઉશ્કેરાયાં છે, અને પોતાને ભારે અન્યાય થયો છે એમ તેઓ માને છે. રાહત મેળવવાના બધા સામાન્ય ઇલાજે અજમાવી લીધા પછી તેમની એક પરિષદ બારડેલી મુકામે ખેડૂતોને એકતરફી, અન્યાયી અને જુલમી લાગતી આ નવી આકારણીનો વિરોધ કરવાનો વિચાર કરવા મળી. એ પરિષદનું પ્રમુખપદ લેવા તેમણે મને નિમંત્રણ કર્યું. છેલ્લા પખવાડિયામાં આ બાબત આ તાલુકાના અનેક ગામોની અરજીઓ મારી પાસે આવી હતી. પરિષદનું કામ શરૂ થતાં પહેલાં ૭૫ થી પણ વધારે ગામના પ્રતિનિધિઓને હું મળે. કોઈ પણ ગામને એક પણ પ્રતિનિધિ એ નહોતે જે આ આકારણીને અન્યાયી ન માનતો હોય. પાંચ ગામના પ્રતિનિધિઓએ મહેસૂલમાં થયેલો વધારે જે ફક્ત ન ભરવાની ઇચ્છા દર્શાવી. તેટલાં ગામ અપવાદરૂપે બાદ કરતાં બાકીનાં ૭૦ કરતાં વધારે ગામાએ જ્યાં સુધી દાદ ન મળે ત્યાં સુધી આખું નવું મહેસૂલ ભરવા ના પાડવાને પિતાને નિર્ણય એકેઅવાજેજાહેર કર્યો. આમ બહુ ગામે મત જોઈ ૩૫૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy