SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મું ગવાઈ રહેલું આરહેલી હતું, સામાન્યમાં સામાન્ય માણસની બુદ્ધિમાં પણ આખી વસ્તુ પ્રવેશ કરે એવી વાણી અને વિચારની સરળતા હતી. આખા ભાષણને ધ્વનિ એ હતો કે આજે બારડોલી નીડર બન્યું છે; બે ને બે ચારને બદલે બે ને બે ચૌદ કહેનારા અમલદારો ગમે તેટલા દબાવે, ધમકી આપે, જમીને લઈ લે, તોપણ પિતાની ટેક છોડવાનું નથી; બારડોલીમાં આજે આબરૂદાર સરકારનું રાજ્ય નથી, પણ ગુંડાઓ અને ચેરલૂંટારાનું રાજ્ય છે એમ જણાવી સરકારની ત્રાસનીતિને તેમણે સરસ રીતે ઉઘાડી પાડી હતી. | સ્વાગતમંડળના અધ્યક્ષે દીનભાવે સરકારને સૂચના કરી ન હતી કે તે મૂંગા બળદ જેવા ખેડૂતો ઉપર રહેમથી વર્તે. શ્રી. વલ્લભભાઈએ એ દીનતાને ખંખેરી નાંખવાનું કહ્યું અને જણાવ્યું કે ખેડૂત દયાપાત્ર પશુ નથી, પણ વીર પુરુષ છે; ખેડૂતના ઉપર સૈને, સરકારને સુદ્ધાં આધાર છે; અને એ ખેડૂતને ન્યાય આપ્યા વિના સરકારને આરો નથી, ને ન્યાય આપે તો સરકારનું રાજ્ય રેલાવાનું છે. આ પરિષદ બારડોલીમાં જે ચાલી રહ્યું હતું તેનું પ્રતિબિંબ હતી. બારડોલીમાં જે આપભોગની રેલ ચાલી રહી હતી. તેના પ્રવાહમાં અવગાહન કરી પુનિત થવા જાણે લોકે ઊભરાયા હતા. બહારના તાલુકાના કેટલાય ખેડૂત જેમણે જિંદગીમાં કદી પરિષદ જોઈ નહોતી તે આ પરિષદમાંથી નવું તેજ અને જેમ લઈને ઘેર પાછા વળ્યા. આ ચિત્ર છોડી વળી પાછા બારડેલી આવીએ. બારડોલી થાણામાં મહેમાનોની ભરતી ચળ્યા જ કરતી હતી. શીખભાઈઓ, જેમને “ગુરુ-કા-બાગ’નાં સ્મરણ તાજાં થતાં હતાં તેમણે ઘણીવાર તાર કરીને પિતાના સ્વયંસેવકો મોકલવાની માગણી કરી હતી, અને શ્રી. વલ્લભભાઈએ તેનો સાભાર અસ્વીકાર કર્યો હતો. પણ હવે તો સરદાર મંગલસિંગ જાતે બારડોલી આવ્યા અને પંજાબમાં • જઈને બારડોલીનાં ગુણગાન કરવા લાગ્યા. પંજાબ પ્રાંતિક સમિતિએ ડા. સત્યપાલને બારડોલીની લડત જેવાને માટે ખાસ મોકલ્યા હતા. તેમણે અનેક ઠેકાણે હરખઘેલાં ભાષણ કર્યા. ૧૫૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy