SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ લોકશિક્ષણ હું ગુજરાતના ખેડૂતની રગેરગમાં અને હાડેહાડમાં સ્વતંત્રતાની. હવા પૂરવા માગું છું.” પારડોલીના ખેડૂતોની લડત કેવળ ભગવાનને જ ભરોસે up ચાલ્યા કરતી હતી એમ તો કઈ ન જ માને. સરદારની સફળતાની કુંચી ખેડૂતનું તેમનું જ્ઞાન અને તેમના ઉપરને અપાર પ્રેમ હતો, તેમજ સરદારની લોકશિક્ષણની નિપુણતા પણ હતી. સરદાર લોકશિક્ષણના પાઠ એક પછી એક ધીમેધીમે ભણબે જતા હતા, એ વિવેકી વાચકના ધ્યાનબહાર ન હોય. આ લોકશિક્ષણના પાઠને ક્રમ આ પ્રકરણમાં આપવાનો પ્રયત્ન કરશું. એમાં ઘણું વાતનું પુનરાવર્તન થશે, પણ સરદારની લોકશિક્ષણની કલાના આવી રીતે અલગ પ્રકરણમાં ઉલ્લેખ કરવાના દેખીતા લાભો છે. ૧. ભડક ભાંગી-સરદારનો પ્રથમ પાઠ તો લોકોની ભડક ભાંગવાનો હતો એ સૌ કોઈ જાણે છે. ગુજરાતના અને ખાસ કરીને બારડોલીને લેકે પિચા, ઢીલા ધોતિયાં પહેરનારા, માલ વિનાના મનાતા આવતા હતા. તેમને શૂરવીર બનાવવાની આ લડત હતી. એટલે પહેલવહેલું કામ સરદારે લોકોની ભડક ભાંગવાનું લીધું. અનેક ભાષણોમાં તેમણે લોકોને સમજાવ્યું કે, સરકારને ભય એ મિથ્યા છે, ભૂતના ભડકાના જેવો ભય છેઃ “આ મહેસૂલની લડત લડતાં આપણને માલૂમ પડી જવાનું છે કે આ ૧૭૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy