SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ ૩. જરાયતના દર વધાસ્વાનાં કારણે સમજવાં જ મુશ્કેલ છે. જ્યાં કારણ આપવામાં આવ્યાં છે ત્યાં કેવળ ક્ષુલ્લક કારણ છે. અને એ કારણ. વિચિત્ર ભાષામાં વર્ણવવામાં આવ્યાં છે: “અમુક વર્ગને હાલને દર વધારાપડ ન કહેવાય;” “અમુક વર્ગમાં કંઈક વધારે તે થઈ શકે એમ છે.” પહેલા વર્ગનાં ૪૦ ગામે દર ૧૨ ટકા વધાર્યો છે, તે કેવળ સરાણું ગામનાં ૧૯૨૭–૨૮ નાં ગણતને આધારે વધાર્યો છે. બીજા વર્ગમાં તે જે બેચાર ગામમાં ગણોત વધારે દેખાય છે ત્યાંયે શુદ્ધ ગણાતે નથી એમ કમિટી જ કબૂલ કરે છે. ત્રીજા વર્ગમાં ૧૧ ગામ તપાસ્યાં હતાં, તેમાંનાં ૫ ગામમાં તે કશે ગણોતને આધાર નથી છતાં તે સૌમાં ૧૮ ટકા વધારવામાં આવ્યા છે. ઉવા ગામમાં જૂનું મહેસૂલ જ ગણતના ૩૭ ટકા જેટલું છે, છતાં ત્યાં પણ ૧૮ ટકાને વધારે સુચવાય છે! ચોથા વર્ગનાં ગામોમાંનાં ઘણાંખરાં પાંચમામાં ઉતારવામાં આવ્યાં છે-એ કારણે કે ત્યાં દર બહુ વધારી શકાય એમ નથી, અને ઘણુંક તે તાલુકામાં ગરીબમાં ગરીબ છે. છતાં એ પાંચમા વર્ગને દર જૂના ચોથા વર્ગના દેર કરતાં ૮ ટકા વધારે છે ! ૪. ગણોતને આધાર લે હવે તે બધાં જ ગામોના આંકડા તપાસવા જોઈતા હતા. અથવા તે શ્રી. જયકરના આંકડા તદ્દન ખેટા લાગ્યા તે દર હતા તેના તે જ કાયમ રાખવા જોઈતા હતા. . ૫. દરેક વર્ગની જરાયત જમીનને આકાર વધારવામાં આવ્યે છે, છતાં એ જમીનના ૩૫,૬૧૧ એકર તો ઘાસની જમીન છે, જે ઘાસ લોકો ઢેરેને માટે જ વાપરે છે, અને કમિટી કબૂલ કરે છે કે એ બહાર મોકલવામાં આવતું નથી. એ ઘાસિયાંના દર શા સારુ વધારવામાં આવે છે - આ તે સામાન્ય ટીકા થઈ. કેટલાક ખાસ ગામને હડહડત. અન્યાય થયો છે : ૧. અંબાચ, દેગામા અને વેડછી ગામે તે “શાહકારથી ચુસાયેલાં ગામ તરીકે વર્ણવાયાં છે. એ ગરીબ ગામોમાંના વેડછી ને અંબાચ અમારી રાનીપરજ ખાદી પ્રવૃત્તિનાં કેંદ્ર છે. જાણે એ ખાદી પ્રવૃતિને લીધે જ એમને ૨૫ ટકા વધારાની સજા કરવામાં આવી હોય એમ લાગે છે. - ૨. બીજા વર્ગનાં આઠ ગામ- આફવા, અકેટી, કાળી, ખેજ, પલસેદ, પારડીકડેદ, ઉવા, સમથાણું એ ગામે જરાયત માટે બીજા વર્ગમાં છે જ્યારે ક્યારી માટે પહેલા વર્ગમાં મૂકવામાં આવ્યાં છે. તાલુકાનાં ૧૩૭ ગામમાંનાં ૧૨૯ ગામમાં જાયત અને ક્યારી બંનેની જમીન એક જ વર્ગમાં છે, ત્યારે આ આઠ ગામોને ક્યારી માટે ખાસ ઉચા વર્ગમાં શા ૩૭૨.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy