SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ખાડેલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ હું અત્યારે ભાગવું છું તે મારે મન તે કેવળ સેવાધમ છે. અને જો હું એવું જોઈ શકીશ કે ખારડોલીના સત્યાગ્રહીઓના દુઃખમાં આર્થિક મદદ આપવા ઉપરાંત વધારે અસરકારક ભાગ હું લઈ શકું છું તેા તમે જાણો કે હું પા! નહિ પડું.” ગાંધીજીએ લખ્યું : “ વિઠ્ઠલભાઈ પટેલનો પત્ર મારે હાથ આવ્યા છે, તે જોઈ કાનું હૃદય નહિ ઊછળે ? પણ જે આશાએ તે પત્ર શ્રી. વિઠ્ઠલભાઈએ લખ્યા છે તે આશા સફળ કરવી ખારડેાલી સત્યાગ્રહીઓના જ હાથમાં છે. બારડોલી સત્યાગ્રહીએને તે પોતાની ટેક ઉપર અડગ રહેવા સિવાય બહુ કરવાપણું રહ્યું નહોતું. પણ એ પત્રથી બારડોલીમાં તેમજ બહાર ઘણાંખરાંનાં હૃદય ઊછળ્યાં. શ્રી, નિરમાન અને આલુભાઈ દેસાઈ ( મુંબઈ નગરના ), શ્રી. નારણદાસ મેચર ( કરાંચીના ), શ્રી. જયરામદાસ દોલતરામ ( હૈદરાબાદના ) સભ્યાએ ધારાસભામાંથી પેાતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં. આ ના. વિઠ્ઠલભાઈના પત્રના સુફળરૂપે જ ગણીએ તો ખોટું નથી. હવે પછીના પ્રકરણમાં જેશું કે ખીજા જાહેર કામ કરનારાઓને પણ એ પત્રે જાગૃત કર્યાં, પણ જાહેર કામ કરનારા મહાપુરુષોના કરતાં નાનકડા માણસાએ જે રીતે ખારડાલીના યજ્ઞમાં ભાગ લીધેા તે વધારે આશ્ચર્ય પમાડનારા હતા. શ્રી. જયરામદાસે ૧૨મી જૂનને દિવસ ખારડાલી દિન' તરીકે અને મહાસભાના પ્રમુખે એ સૂચનાને વધાવી લીધી આવે તે પહેલાં તે ખારડાલી તાલુકાના ૬૩ પટેલેા અને ૧૧ તલાટીઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આ બલિદાનને મહિમા આ તાકરેની સ્થિતિ ન જાણનારને પૂરેપૂરા ન સમજાય. વાચકે યાદ રાખવાની જરૂર છે કે સને ૧૯૨૧ની સાલમાં જ્યારે ખરડાલી વિનય ભંગને માટે તૈયાર થયું હતું ત્યારે પણ કાઈ તલાટી પેાતાનું રાજીનામું લઈને આગળ આવ્યા નહોતા. ૨૦ થી ૨૫ વર્ષ સુધીની નેાકરી કરી પેન્શનને લાયક થયેલા આ તલાટીએ પેાતાના નાના પગારની નેકરીનાં રાજીનામાં આપે, અને તે પણ સરકારની નીતિને સખત શબ્દોમાં વખેાડી ૧૬૮ સૂચવ્યેા હતેા, હતી. એ દિન
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy