SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ મું ગાજવીજ સત્યાગ્રહીઓનું દુઃખ નિવારણ કરવાનો અધિકાર સીધી રીતે હિંદી સરકારના હાથમાં હોત તો નામદાર વાઇસરૉયની પોતાની કુમક મારા હકની રૂએ માગત, અથવા તેમની સમિતિના જે સભ્યની હકૂમતમાં આ સવાલ આવત તેમની કુમક માગત, અને તેમને આ બાબતમાં લોકપક્ષના હિમાયતી તરીકે તેમાં પડવાને વિનવત. કેમકે ગયે વર્ષે પ્રલય થશે ત્યારે આવી રૂઢિ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતનો હું પ્રતિનિધિ હતો, પણ હું પોતે વડી ધારાસભામાં પ્રમુખ હાઈ મારું મેં બંધ થયું હતું. તેથી મારી વિનંતિને ધ્યાનમાં લઈને નામદાર વાઈસરૉયે પ્રલયવાળાં ક્ષેત્રોની મુલાકાત લેવાની કૃપા કરી હતી, અને લોકો પ્રત્યે લાગણું બતાવી હતી, એટલું જ નહિ પણ આર્થિક મદદ પણ કરી હતી. બારડેલીની વાત કેવળ મુંબઈ સરકારના અધિકારમાં છે તેથી મજકુર રૂઢિને આશ્રય લઈ શકું તેમ નથી. ન લડતના અભ્યાસ ઉપરથી મારી ખાતરી થઈ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસણી માગવાને સારુ બારડેલીના લેકેની પાસે સબળ કારણ છે. મારી એવી પણ ખાતરી થઈ છે કે પોતાના દુ:ખનું નિવારણ કરવાને સારુ લોકોએ કાયદેસર ગણતા અને પોતાની શક્તિમાં રહેલા એવા બધા ઉપાયે લઈ લીધા છે. બારડેલીનાં સ્ત્રીપુરુષની હિંમત, તેમની ધીરજ અને તેમની દુ:ખ સહન કરવાની શક્તિ જોઈને હું સાનંદાશ્ચર્ય પામ્યો છું. પણ જે મહેસૂલ પિતાની વચ્ચે ને લોકેાની વચ્ચે તકરારનું કારણું થઈ પડયું છે તે જ મહેસૂલ વસૂલ કરવાને સારુ સરકારે જે અઘટિત દબાણ કર્યું છે તે જોઈને મને દુ:ખ થયું છે, અને રોષ પણ આવ્યું છે. હું માનું છું કે સરકારે અખત્યાર કરેલો માર્ગ કેટલોળા કાયદાની, વ્યવસ્થાની અને વિવેકની હદ ઓળંગી ગયે છે. ગુજરાતના કમિશનરના ઉદ્ધત કોગળે બળતામાં ઘી હોમ્યું છે. આ સ્થિતિમાં મારાથી ભૂંગા રહેવાય તેમ નથી. નથી હું ઉદાસીનપણે વર્તી શકતે. તેથી હું તમને જે આર્થિક મદદ તમે માગી છે તેમાં એક હજાર રૂપિયાની નાનકડી રકમ આ સાથે મોકલું છું. પણ મને દુઃખ તે એ થાય છે કે લોકો પ્રત્યે લાગણું બતાવવા સારુ અને સરકારની જુલમગાર નીતિ પ્રત્યે તથા ગુજરાતના કમિશનરના કાગળ પ્રત્યે મારો સખત અણગમાં બતાવવા સારુ હું આ હૂંડી મોકલવા ઉપરાંત આ વખતે કંઈ વધારે કરી શકતો નથી. જ્યાં સુધી લડત ચાલશે ત્યાં સુધી પ્રતિમાસ એક હજાર રૂપિયા તો હું તમને એકલતો રહીશ. પણ આટલી વધારે ખાતરી તો હું તમને આપી દઉં. જેમણે મને આ મોટું પદ આપ્યું છે તેમની સાથે મસલત કરવાની વહેલામાં વહેલી તક મેળવી લઈશ. જે અધિકારનું માન ૧૬૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy