SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ આમાં પણ પહેલાના દાખલા જેવું જ અજ્ઞાન છે. ખાતરના ૬૦ રૂપિયા ગણ્યા હતા કારણ કમાલોડમાં ખાતરનેા ભાવ ગાડાના ૧૫ રૂપિયા હતા, અને વરાડ જ્યાં પેલા ૧૦૦ રૂપિયાના આંકડા આપવામાં આવ્યેા હતા ત્યાં ૨ રૂપિયાનેા ભાવ હતા. વળી અહીં પણ ચાખા અને ડાંગર બંનેને એક જ માનવામાં આવ્યાં છે, અને અમલદારા માનતા લાગે છે કે રૂ. ૩૪૬-૮-૦ આછા ૯૬ રૂપિયાની ખેાટ એટલે ૨૪૦ રૂપિયામાંથી દૂબળા, ખેડૂત અને એની સ્ત્રી, અને છેાકરાના ખર્ચ નીકળી શકે અને રૂ. ૫૮-૭ ને સરકારધારે। ભરાઈ શકે. ભેંસે રાખી શકે ધાસને તે જમા બીજો જે રોકડ ખીજી ટીકા એ કરી છે કે આ ખેડૂતને ભેંસના ઘીદૂધમાંથી રૂા. ૧૫૭–૧૨ ને નફા થાય છે તે ખેતીનેા જ નફે છે, કારણ ખેડૂત પેાતાની પાસે જમીન હેાય છે માટે જ છે! પણ જમીનમાંથી જે ઘાસ થાય છે તે આજીએ અમે હિસાબ આપીએ છીએ. પણ ખર્ચ થાય છે તેનું શું? પણ સાચી વાત જ એ છે કે ઘીદૂધની આવક એ ખેતીની આવક છે એ સિદ્ધાન્ત જ બેહૂદો છે અને ખેડૂતાને એ સિદ્ધાન્તની સામે લડી લીધે જ છૂટકા છે. આમ નાતેાટાના અમારા હિસાબને અમલદારેા જરાય અડી શકા નથી એમ અમારું માનવું છે, અને એ ન અડી શકા એટલે જ એની વધારે ખણખાદ ન કરવાના અને ગાતની ઉપર જ આધાર રાખવાના સહેલા માર્ગો એમણે સ્વીકાર્યાં. કમાલછેાડના ખેડૂતને હિસાબ જે દિવસે અમે રજૂ કર્યાં તે દિવસે અમલદારાની સાથે થયેલી વાતચીત આખા પ્રશ્ન ઉપર સારા પ્રકાશ પાડે છે. એ વાતચીત અહીં આપી દઉં : સાહેબે એ ખેડૂતને ખેાટ જાય છે એ ધારા કે માની લઇ એ, પણ એટલી જ જમીન એ ગણાતે આપતા હેય તા તેને પ્રાયદા થાય, એટલે મહેસૂલ તેની ઉપર શા માટે ન લેવું?' -" અમે : ૮ પણ સાચી વાત એ છે કે એમ ખેડૂતા પેાતાની જમીન ગણાતે આપતા નથી, અને બધા ગણાતે આપે તે ગણે તે યે કાણુ ? ’ ૩૨૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy