SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું ખેડૂતના સરદાર જ એક ભાષણ ખેડૂત વિષેની પિતાની અંતર્વેદનાથી શરૂ કરેલું આખું જગત ખેડૂત ઉપર નભે છે. દુનિયાને નિર્વાહ એક ખેડૂત અને બીજે મજૂર એ બે ઉપર છે. છતાં સૌથી વધારે જુલમ કઈ સહન કરતા હોય તે આ બે છે. કારણે તેઓ બંને મૂંગે મોઢે જુલમ સહન કરે છે. હું ખેડૂત છું, ખેડૂતના દિલમાં પેસી શકું છું, અને તેથી તેને સમજાવું છું કે તેના દુ:ખનું કારણ તે પોતે હતાશ થઈ ગયે છે, આવડી મોટી સત્તા સામે શું થાય એમ માનતો થઈ ગયું છે, એ જ છે. સરકારને નામે એક ધગડું આવીને પણ તેને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય. સરકાર ઇચ્છા આવે તેટલો કરને બાને તેના ઉપર નાંખે છે. વર્ષોની મહેનત કરી ઝાડ ઉછેરે તે તેના પર વેરે, ખેતર ખોદી પાળ બાંધી ક્યારી કરે તેના ઉપર વેરે, ઉપરથી વરસાદનું પાણી કથારીમાં પડે તેના ઉપર જુદે વેરો, કુવો ખેદી ખેડૂત પાણું કાઢે તે તેના પણ સરકાર પૈસા લે. વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશે કર નહિ, પણ ખેડૂતને વધું જમીન જ હોય, તેની પાછળ બળદ રાખતા હોય, ભેંસ રાખતા હોય, ઢેર સાથે ઢેર થતો હોય, ખાતરપૂજે કરતે હોય, વરસાદમાં ઘૂંટણસમા પાણીમાં છીઓ વચ્ચે હાથ ઘાલીને તે ભાતની રેપણ કરે, તેમાંથી ખાવાનું ધાન પકવે, અને દેવું કરીને બી લાવે, તેમાંથી ઘેડે કપાસ થાય તે પોતે બૈરી છોકરા સાથે જઈને વીણે, ગાલ્લીમાં ઘાલીને તે વેચી આવે, આટલું કરીને પાંચપચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારને લાગે !” આના કરતાં વધારે તાદશ ચિતાર બીજે કર્યો હોઈ શકે ? બીજે એક ઠેકાણે કહેલું - “ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાત ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરે ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું.” બીજે એક ઠેકાણે કહ્યું હતું: “જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં ખેતી કરે, મારકણું બળદ સાથે કામ લે, ટાઢ તડકે વેઠે એને ડર કોને?” જેટલે અંશે ખેડૂત પિતાની દશાને માટે જવાબદાર છે તેથી ઘણે મોટે અંશે સરકાર જવાબદાર છે. એટલે ખેડૂતની અસહાય દશાનો લાભ લેનારી સરકાર વિષે જ્યારે વલ્લભભાઈ બોલે છે ત્યારે તેમના દુઃખ અને રેષની સીમા નથી રહેતી: સરકાર મટી શાહુકાર અને ખેડૂત ભાડૂત એ ક્યારથી થયું? મનસ્વી રીતે મરછમાં આવે તેવું તેની પાસે લેવામાં આવે છે.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy