SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મું દાઝયા ઉપર ડામ આ કમિશનરના કાગળે બારડોલી તરફ આખા હિંદુસ્તાનનું ધ્યાન ન ખેંચ્યું હોત તો એ હું ન આપત. આ રહ્યો તે કાગળઃ [અંગ્રેજી પત્રને ગુજરાતી તરજૂ ] કૅપ સૂરત, ૮ મી મે, ૧૯૨૮, વહાલા ડા.એદલ બહેરામ, આપના પત્ર માટે ઘણે આભાર માનું છું. મને ખાત્રી છે કે આપે જે લેખ લખ્યા છે તે હૃદયની ભલી લાગણીથી પ્રેરાઈને લખ્યા છે અને નહિ કે કેઈ અમલદારની પ્રેરણાથી, અને આપની એ ભલી લાગણીને કારણે જ આપે ગરીબ રક્તપીતિયાઓને મદદ કરવાના કામમાં આપનું જીવન સમર્પણ કર્યું છે. સરકારવધારે વસૂલ કરવા માટે સખત પગલાં લેવા પહેલાં, મેં ખેડાને આ ચળવળિયાઓને તેમની ચળવળ છોડી દેવા માટે મારાથી બને તેટલો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સરકારી અમલદારે બારડોલીના લોકે સમક્ષ સરકારને કેસ રજૂ કરી શકતા નથી, કારણ કે તેમને જાસૂસી, હુલ્લડખેરી અને એવા બીજાં અપમાનના ભંગ બનાવવામાં આવ્યા છે. જે કેઈ અમલદાર પાસે જાય છે તેના પર શંકાની નજરથી જોવામાં આવે છે અને તેને બહિષ્કારની ધમકી અપાય છે. સરકારે ધારાસભામાં જે દલીલો રજૂ કરી હતી, અને જેને પરિણામે ધારાસભા ઠપકાની દરખાસ્ત ૪૪ વિરુદ્ધ ૩૫ મતે ઉડાવી દેવા પ્રેરાઈ હતી, તે સંબંધી લોકોને જાણ થવા દેવામાં આવતી નથી –તેમના કાનમાં ડૂચા મારવામાં આવ્યા છે. લકેના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દેરવનારા આ ખેડાના ચળવળિયાઓનાં ધાડાંથી ગરીબ બિચારા ખેડૂતે પાયમાલ ન થાય તે માટે મારા જેટલી બીજાને ચિંતા ન હોય. મેં રા. બ. ભીમભાઈ રણછોડજી નાયક, એમ. એલ. સી, સમક્ષ એ વાત સ્પષ્ટ કરી છે કે જે કઈ ગામ પિતાને વર્ગ બેટી રીતે ચડાવી દેવામાં આવ્યો છે એમ માનવાને યોગ્ય કારણે બતાવી આપે તેને કેસ તપાસવા માટે હું તૈયાર છું, પણ તે એવી શરતે કે આખા તાલુકા અને મહાલને જે ૨૦ ટકા જેટલો વધારે થાય છે તિ નહિ આપવાની વાત છોડી દેવામાં આવે. - - મહેસૂલ વસૂલ કરવા માટે સરકાર બને તેટલા દરેક ઉપાય લેવાનું -માંડી વાળી શકે નહિ, કારણ કે એમ નહિ થાય તો કાયદાપૂર્વક થયેલી દરેક જમાબંધીને વિરોધ કરવામાં આવશે. આજના બારડેલીના ચળવળયાએ તે જ માણસે છે કે જેમણે ૧૯૧૮માં ખેડા જિલ્લામાં કર ૧૩૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy