SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ મું આરડોલી દિન કાઈ પ્રકારની મદદ ન કરવી. એક ખરીદ કરનાર ખારડેલી બહારના પારસી હતા. તેમની કામના અને શહેરના માણસાએ તેમના કડક બહિષ્કારના ઠરાવ કર્યાં. શ્રી. વલ્લભભાઈએ ‘બારડોલી દિન ’તે દિવસે ખારડેલીમાં ભાષણ કર્યું તેમાં વળી આ જમીન ખરીદનારાઓને આકરી ચેતવણી આપી: “ કાઈ પણ ખેડૂતની કે સાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલી હશે ત્યાં સુધી આ લડતને। અંત નથી અને હજારા ખેડૂતે તેના ઉપર પેાતાનાં માથાં આપશે. એ કાંઈ ધમરાજાના ગેાળ લૂંટાત નથી કે ભરૂચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લૂંટ મારી શકે. આ જાહેર સભામાંથી ચેતવણી આપું છું કે આ જમીન રાખતા પહેલાં પૂરતા વિચાર કરો. ખેડૂતનું લેાહી પીવા આવવાનું છે, તે તેમ કરનારને ઇન્સાફ પણ પ્રભુ આ જિંદગીમાં કેવા કરે તે ન ભૂલો. આ મફતમાં જમીન લેવા આવનારાની પેલા નાળિયેરના લેાભિયા બ્રાહ્મણની જેવી દશા થઈ હતી તેવી થવાની છે એ ખચીત માનજો. ’ સરકારી અમલદારાનાં જૂઠાણાં તે સહજ થઈ પડયાં હતાં. સરકારી જાહેરનામાંમાં જૂઠાણાં હાય, કમિશનરના કાગળમાં હોય, કલેક્ટરના શુભવચન 'માં હેાય તેા પછી ડે. કલેકટર જેને ભરેાસે સરકાર આખી લડત ચલાવી રહી હતી તેના વનમાં કેમ ન હોય ? ખારડાલીના લેાકેાની ભલમનસાઈ અને નરમ સ્વભાવ તેમને ડગલે ડગલે નડે એવાં હતાં. સરકારી નોકરાની સાથેની મહાબત તેમને ઝેરરૂપ થઈ પડી હતી. માતામાં એક સજ્જનને પેલા અમલદારે અનેકવાર સમજાવેલાઃ ‘તમારી વાડીનાં ફળ ખાધાં છે અને એ વાડીને હરાજ કરાવવી એ મારાથી નથી અનવાનું. મહેરબાની કરીને ભરી દેની! કાઈ ને જરાય ખબર ન પડવા દઈ એ.' એ સજ્જન અડગ રહેલા. હવે એક વૃદ્ધ પેન્શનરને આ અમલદારે કહ્યું કે તમારા મિત્રે તેમના તરથી પૈસા ભરી દેવાનું તમને કહ્યું છે. એમ પેલા પેન્શનર ભેળવાય એવા નહેાતા તેમણે તપાસ કરી જોઈ તે! ખબર પડી કે તેમના મિત્રે કશી વાત કરી નહોતી. આ ગામમાં જઈને ૧૮૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy