SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ કરાવતાં એક મિત્રે કહ્યું: ‘આ પટેલ તા વલ્લભભાઈને કહેવા આવ્યા છે કે અમારું માથું તમને આપ્યું છે, નાક નથી આપ્યું. ગાંધીજી હસ્યા, અને ખેાલ્યાઃ વલ્લભભાઈને પણ નાક હશેને! પણ તમારું નાક જાળવવામાં જ વલ્લભભાઈની અને દેશની શાભા છે.' આ પછી ગ્રાંધીજી કહે: 'ઠીક; પણ હજી તમારી પરીક્ષા તે આવે છે.' ખેડૂતે સાનમાં સમજી ગયા. તેમાંના એકે જવાબ આપ્યા ← તૈયાર છીએ.' કસેટીની અનેક વાતે તેમની પાસે ગાંધીજીએ મૂકી, એટલે તેઓ કહેઃ ‘સાચી વાત છે. હજી અમારી શી કસોટી થઈ ? પદરવીશ હજારનાં ભેંસડાં ગુમાવ્યાં, જમીન ગુમાવી, પણ જેને કસેાટી કહીએ તેવી કસેાટી હજી નથી થઈ. એ થવાની હાય તા ભલે થાય.'. પણ ધારા કે વલ્લભભાઈ ને સરકાર ઉઠાવી લે તેા તમે દખાઈ ન જાઓ ?' “ શું કરવા ? અમે તેા લેાઢુ હતા, તેને વલ્લભભાઈ એ પાણી પાઈને ખરું પોલાદ ) બનાવ્યા છે. એટલે અમે એક વાત સમજીએ છીએ મરણુ થાય પણ ટેકને વળગી રહેવું. ' ગાંધીજી કહેઃ એ તેા લડતની તૈયારી, પણ સમાધાન થઈ જાય તે તેને માટે પણ તૈયાર છેાના ? કેમકે સમાધાન પછી પણ ઘણું મેટું કામ કરવાનું છે, ઘણું મુશ્કેલ કામ કરવાનું રહે છે, – જૂનું મહેસૂલ વલ્લભભાઈ કહે છે તેમ તુરત ભરી દેવાનું, અને મહેસૂલ વધારી શકાય એવી બિલકુલ સ્થિતિ નથી એમ સિદ્ધ કરી આપવાનું. ' ગાંધીજી જે સમતાની સ્થિતિની આશા રાખતા હતા તે જ સ્થિતિ આ લેાકેાની હતી. : મેં તેા તેમને ગેાળીબારની પણ વાર્તા કરી. હસતાં હસતાં પેલા ખેલ્યાઃ એ તેા અત્યારથી શું કહેવાય ? પણ ગાળીબાર કેટલાકને મારશે ? પલેગમાં મૂમતાં તેના કરતાં તે વધારે નહિ સરે. મારા ગામમાંથી જ ૪૦૦ માણસ મૂઆંતાં !' ૨૪૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy