________________
૧૨મું
૧૯૨૧ની યાદ હતી. અને કોકવાર વલ્લભભાઈને મેંમાંથી પૂરું વાક્ય નીકળે તે પહેલાં તે બહેનનાં મુખમાંથી બાકીના શબદો નીકળતા મેં સાંભળ્યા છે. એક સુંદર દાખલો લઉં. જમીન ખાલસા થાય તે શું? એકબે વરસ પડતર મૂકશું, એ વાત વલ્લભભાઈ કરતા હતા. તેમાં પડતર મૂકવાની વાત તો આવી નહોતી. વલ્લભભાઈએ આરંભ કર્યો : “આપણે આપણી માતાનું દૂધ એક વર્ષ બહુબહુ તો બે વર્ષ લાવીએ છીએ,” એટલું બેલાયું ત્યાં તે પાછળ બેઠેલી બહેને બેલી, -ને ધરતી માતાને તે એક વર્ષ છોડતા નથી.”
નાની ફરોદ કરીને એક નાનકડું ગામડું છે. રાત્રે ૯ વાગે અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાંને ઉત્સાહ તે ૧૯૨૧ની યાદ આપે એવો હતો – ઉત્સાહ જ નહિ, પણ ભક્તિ, શૂર બધુંયે ! પુરુષો ફૂલચંદભાઈનાં ગીત ગાતા હતા, બહેનો આજે ગુરુજી આવ્યા” એ ધ્રુવભાવવાળા ગરબાનો આધ્યાત્મિક ભાવ ધર્મયુદ્ધની ઉપર આરોપતી હતી અને વલભભાઈને ગુરુજી તરીકે વધાવતી હતી ! સભામાં જે શાંતિ, વ્યવસ્થા, ખાદી જોવામાં આવી તે જોઈને તો ગાંધીજીની પણ આંતરડી ઠરે. અને પછી સભાનું કામ શરૂ થાય તે પહેલાં તે નાની, મેટી, વૃદ્ધ બહેનોની હાર ચાલી. એક પછી એક વલ્લભભાઈની પાસે આવી, પગે પડી, રૂપિયે ધરી તેમને ચંદનપુષ્પ આપી જતી હતી, અને કપાળે અક્ષતકુંકુમ લગાડી પગ આગળ ભેટ ધરતી હતી. પાપીનાં પાપ ભગાડે એવું એ દસ્ય હતું. એ નિર્મળ પ્રેમના નીરમાં નાહ્યા જ કરીએ એમ થઈ જતું હતું – જોકે શ્રી. વલ્લભભાઈને તે પારાવાર મુંઝવણ થઈ રહી હતી એમ તેમની ગંભીર મુખમુદ્રા કહેતી હતી. એક બહેને પોતાને અર્થ ધરી નાનકડી ચિઠ્ઠી પણ વલ્લભભાઈના પગ આગળ મૂકી, જેનો ભાવ એ હતો કે “મારા પતિને આ લડતને રંગ લગાવ્યો તે માટે ધન્યવાદ. અમે ખુવાર થવા તૈયાર છીએ, પતિને જેલમાં જવું પડે તે સુખે મોકલશું. આમાં અમે શું ભારે કરીએ છીએ? એ તો અમારા સ્વાર્થની લડત છે !”
અને વલ્લભભાઈની વાણી! મેં તે ચાર વર્ષ ઉપર બોરસદમાં એ રણે ચડેલા સરદારની સાથે વીસે કલાક ગાળ્યા હતા.