SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ તાલુકાની સામાન્ય સ્થિતિ - ઢોરને વિષે એક વસ્તુ સાહેબેએ પિતાની તપાસને કારણે જાણવાજેવી શોધી કાઢી એમ કબૂલ કરવું જોઈએ. શ્રી. જયકરે ૧૯૦૪-૦૫ના આંકડા અને ૧૯૨૪-૨૫ ના આંકડા સરખાવીને આબાદી બતાવી હતી, પણ સાહેબોએ ૧૮૮૪–૯૫ ના આંકડા લીધા, ૧૯૦૪-૦૫ના આંકડા લીધા અને ૧૯૨૪-૨૫ ના લીધા, અને બતાવ્યું કે ૧૯૦૪-૦૫ ના આંકડામાં જે વધારો થયેલો દેખાય છે તે વધારે નથી, પણ ૧૯૦૪-૦૫ માં તો છપનિયા દુકાળને પરિણામે જે મેટો ઘટાડો થયેલો તે ઘટાડે જ પુરાયો છે, અને ૧૮૯૪-૯૫ માં જે સંખ્યા હતી તે ૧૯૨૪-૨૫ના જેટલી જ હતી. તે આ પ્રમાણેઃ બારડોલી : ૧૮૯૪-૯૫ ૧૯૦૪-૦૫ ૧૯૨૪-૨૫ ખેતીનાં ઢોર ૧૮,૩૪૮ ૧૧,૨૩૪ ૧૮,૧૨૭ ગા ૮,૮૩૫ ૬,૩૭૦ ૮,૨૮૩ ભેંસ ૮,૯૭૭ ૭,૪૩૯ ૧૦,૮૫૪ ગાડાં ૫,૭૩૨ ૪,૩૫ર ૬,૦૫૫ ચોર્યાસી ખેતીનાં ઢેર. ૫,૧૧૪ ૫,૮૨૨ ગાય ૨,૪૭૮ ૨,૧૦૧ ૩,૩૪૨ ૪,૭૧૯ ગાડાં ૧૯૪૫ ૨,૩૪૭ - આ ઉપરથી એમણે એ અનુમાન કાઢયું કે જ્યાં સહેજસાજ વધારા થયા તે પણ નજીવા છે અને તે પણ માત્ર ભેંસમાં જ છેડે વધારે થયો છે. રાનીપરજની સ્થિતિ વિષે લખતાં આજકાલની દારૂ નિષેધની પ્રવૃત્તિ સાહેબોને બહુ ખળભળાટવાળી લાગી, પણ બારડોલીમાં ચાલતાં આશ્રમની ખાદી પ્રવૃત્તિ અને તે દ્વારા થતી શુદ્ધિપ્રવૃત્તિ એમને વ્યવસ્થાસર અને સીધે રસ્તે ચાલતી લાગી. આમ એ લોકમાં સુધારાનાં ચિહનો તો દેખાય છે, પણ “શ્રી. જયકર કહે છે તેટલો જલદી અથવા તેટલો દેખીતે સુધારે થયો છે' એ વિષે તો સાહેબેને શંકા છે. ભેંસ ૩૦૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy