SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ મુનશી સમિતિના નિર્ણયને સારાંશ જરૂરિયાત કરતાં વધારે આકરાં અને જુલમી હતાં. તેમાં કાયદાની શાસ્ત્રીયતાને આદર ન આપતાં અવગણવામાં આવી હતી; ઘણી વખત તેમની બજાવણમાં એમને ભેગ થઈ પડતા વર્ગના સામાન્ય હિતની પરવા કરવામાં આવી નહોતી; અને સરકારે જેમને વિષે માની લીધું કે તેઓ તેની સત્તા પચાવી પડ્યા હતા તેમને સજા કરવા તેમજ એ સત્તા પડાવી લેનારાઓની આગેવાની સ્વીકારનારાઓમાં ધાક બેસાડવા એ પગલાં લેવામાં આવ્યાં હતાં. આથી અમે આ જ નિર્ણય ઉપર આવીએ છીએ કે સરકારે આ પગલાં લઈ દંડ દેવાને તેમજ વેર વાળવાને ઈરાદે રાખ્યું હતું, અને તેમાં સરકારધારે વસૂલ લેવાનો હેતુ એ એકલે જ નહોતું એટલે એ પગલાં ઝેરીલાં હતાં. ૧૮. જાપ્તાનાં પગલાંને પરિણામે બારડેલી તાલુકે સંગઠિત થયે અને સરકારની પ્રવૃત્તિઓને તોડી પાડવા એ કાર્યબદ્ધ થયું. સરકારે લીધેલાં પગલાંને લઈને પટેલતલાટીએ રાજીનામાં આપ્યાં, અને ગામલેકે કે ગ્રામ્ય અધિકારીઓને સમજાવવાના કે ધમકી આપવાના પ્રયત્નને પરિણામે લોકોએ ઢીલાપોચાને સામાજિક બહિષ્કાર કર્યો. સરકારી પ્રવૃત્તિના કારણે તાલુકાના રાજના સામાન્ય કામધંધા અટકી ગયા. ૧૯. સરકારી પ્રવૃત્તિઓને પરિણામે ઢેરેની તંદુરસ્તી અત્યંત બગડી હતી એ નીચલા કોઠા ઉપરથી જણાશે: | તાલુકાનાં ૭૬ ગામોમાંથી મળતા આંકડા કુલ ભેંસ ૧૬,૬૧૧ માંદી ભેંસ ૩,૮૦૧ કુલ બળદ ૧૩,૦૯૧ માંદા બળદ ૪૨૪ ચામડીને સેજે ને ચામડી ઊતરી જવી પાઠાં ૯૨ ચાંદાં અને જીવાત ૨,૧૫૫ - પરચૂરણ બીમારી ૧,૦૧૮ કુલ મરણ ૯૩ ૨૦. લોકોનું આરોગ્ય પણ બગડયું હતું. સરકારી ખાતાએ તેમનાં પગલાંથી લોકેની તંદુરસ્તીને જોખમ ન આવે એ જોવાની પૂરતી કાળજી રાખી નહોતી. લોકોએ સ્વેચ્છાથી જ પિતા ઉપર દુ:ખ નોતર્યા હતાં એટલે કંઈ લોકોની સુખાકારી લેવાની જવાબદારીથી સરકાર મુક્ત ન જ થઈ શકે.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy