SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ મું - વિષ્ટિકારો શ્રી. વલ્લભભાઈ_આ૫ના કહેવા પ્રમાણે બારડેલીના લોકો પર જીવનાર ચળવળિયે – ન હોત તો ત્યાંની ત્યાં જ રહી હત. ગાડી, જેને હજારની કિંમતની જમીન માત્ર નામના મૂલ્ય વેચી દેવામાં આવી છે તેને એના ઘર માટે ઝાડુ કાઢનારે ભંગી પણું મળતું નથી. કલેકટરને રેલવે સ્ટેશન પર એક વાહન મળતું નથી, સિવાય કે શ્રી.વલ્લભભાઈ તેની પરવાનગી આપે. મેં જે ડાં ગામડાંની મુલાકાત લીધી તેમાં એક પુરુષ કે એક સ્ત્રી મને એવી ન મળી કે જે પોતે પસંદ કરેલા વલણ માટે દિલગીર હોય, યા તે પોતે સ્વીકારેલા ધર્મમાર્ગમાં ડગુમગુ હોય. શ્રી. વલ્લભભાઈ એક ગામથી - બીજે ગામ પસાર થતા ગયા તેમ તેમ મેં જોયું કે ગામેગામ પુરુ, સ્ત્રીઓ અને બાળકે સ્વયંફુરણાથી તેમને વધાવવા દોડી આવતાં હતાં. અભણ સ્ત્રીઓ, વૃદ્ધ અને જુવાન, પિતાનાં ફાટાંતૂટ્યાં કપડાં પહેરી તેમને કપાળે અક્ષતકુંકુમ લગાડતી હતી, અને મહામહેનતે મેળવેલા પોતાના એકાદ બે રૂપિયા પિતાના તાલુકાના ધર્મયુદ્ધને ખાતર એમના ચરણે ભેટ ધરતી હતી; અને એમના ગામડિયા ઢાળ અને ઉચ્ચારમાં “ડગલે ડગલે -તારે અન્યાય છે” એવાં પરદેશી સરકારનાં ગીતો ગાતી હતી. આ બધું ઈને મારે મારા મનમાં કબૂલ કરવું પડ્યું કે સરકારી રિપોર્ટોમાં જે એમ જણાવવામાં આવ્યું છે કે આ ચળવળ તે ઊભી કરેલી બનાવટી - ચળવળ છે અને લોકો પર એમની મરજીવિરુદ્ધ ઠસાવવામાં આવી છે એ નરમમાં નરમ શબ્દોમાં કહું તો સાવ ખોટું છે. લોકોને થથરાવી નાંખવાના આપની સરકારના પ્રયત્નની લોકો ઠેકડી કરે છે. એમણે હિમ્મતપૂર્વક સહન કર્યું છે અને હજી સહન કરવા તૈયાર છે. વધારેમાં -વધારે સભ્ય રીતે બેલાવવો હોય ત્યારે મિ. સ્માર્ટને લોકે “ભેંસડિયો વાઘ” કહે છે અને જમીઅમલદારને “છોટા કમિશનર ' કહે છે. આપના સાહસિક અને મહત્ત્વાકાંક્ષી ડેપ્યુટી કલેકટરનું એમણે જે નરમમાં નરમ નામ પાડ્યું છે તે પત્રમાં લખવાની હું હિંમત કરતો નથી. સરકારના સ્વાર્થની દૃષ્ટિએ પણ એ ડેપ્યુટી કલેકટર જેટલા ઉત્સાહી છે એટલા શાણું થાય તો સારું એમ હું ઇચ્છું છું. આ બધું હું એવી આશાથી લખું છું કે મારા જેવાના અંગત અનુભવો જાણીને આપ નામદારના અને આપની સરકારના હૃદયમાં કંઈ નહિ તો વસ્તુસ્થિતિની જાતતપાસ કરવાની ઇચ્છા - જાગે. આવા જુસ્સાની અવગણના કરવાને કે એને કચરી નાંખવાનો પ્રયત્ન કરવો એ બ્રિટિશ સરકાર માટે પણ ડહાપણભર્યું નથી. આવા મક્કમ નિશ્ચયવાળાં ૮૦,૦૦૦ સ્ત્રી, પુરુષો અને બાળકને આપ ટુકડા રિટલા માટે રડવડતાં કરી શકે; આપને પસંદ હોય તે આપ. એમને તોપે ચડાવી ૨૧૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy