SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવાણી [આ ભાગમાં ગાંધીજી અને વલ્લભભાઈનાં વિજયાત્સવનાં અનેક ભાષામાંથી મહત્ત્વનાં ભાષણા આપ્યાં છે. સ॰ હું દે ]! ૧૯૨૨ની પ્રતિજ્ઞા અને તેના પાલનની શરતા ૧૯૨૨ના જે ઐતિહાસિક આંખા તળે સત્યાગ્રહની પ્રતિજ્ઞા લેવાઈ હતી તે આંબાની યાદ તાજી કરીને ગાંધીજીએ નીચે પ્રમાણે વિવેચન કર્યું હતું : વણપળાયેલી પ્રતિજ્ઞા મારે તમને એ વાત યાદ આપવી હતી કે ૧૯૨૨માં ઊલટતપાસ પછી જે પ્રતિજ્ઞા લીધી હતી તે આજે હજી કાયમ છે. તે પ્રતિજ્ઞા એક વખત જ નથી લેવાઈ. અનેક વખત પાછળથી પાકી કરવામાં આવી છે. વાઇસરૉય પરને કાગળ પાછે ખેચ્યા તે સાથે પ્રતિજ્ઞા કાંઈ પાછી ખેંચી નથી. લોકો સાથે મસલત પછી એ પ્રતિજ્ઞા માટે સ ંગઠન પણ તાલુકામાં કરવામાં આવ્યું. ખારડોલીની અંદર ચાલતા રચનાત્મક કામની એ ઉત્પતિ. એ કામ કઈ અહીં ખધુ વગર અડચણે, સરળપણે થયું છે એમ નથી.. અહીં' સ્વયંસેવકાને કેવી વિપત્તિઓમાંથી પસાર થવું પડયું, ભાઈ નરહિને ઉપવાસ કરવા પડેચા, એ તે એક ઐતિહાસિક બનાવ છે. પણ એમાં આજે હું ઊતરવા ઇચ્છતા નથી. આ પ્રતિજ્ઞાનું પાલન થયું નથી ત્યાં સુધી કાઈથી નિશ્ચિંત એસી શકાય નહિ. તેથી જો કે ઉત્સવ ઊજવવા તમે ભેગા થયા છે, તાપણ ફરજનું ભાન. ભૂલે નહિ એટલા માટે ઉત્સવને આત્મનિરીક્ષણ સારૂ વાપરી લે. સ્વયંસેવક તા પેાતાના ઉત્સાને તેમ જ વાપરે. આ વિજય એ તેમ સમુદ્રમાંનું બિંદુ માત્ર છે. જ્યાં આવી સરદારી હોય ને નિયમપાલન ૨૭૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy