SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવાણું કરનારા સ્વયંસેવકો હોય ત્યાં આવા વિજય મેળવવા એ હું ભારે નથી માનતો. આમાં રાજ્યની સત્તા પર હાથ નાંખવાને નહેતો, અમુક અન્યાયના સંબંધમાં ઇન્સાફ જ માગવામાં આવ્યો હતો. મારે વિશ્વાસ છે કે આ સત્યાગ્રહની રીતે આવા ઇન્સાફ જેટલી સહેલાઈથી મેળવી શકાય છે તેટલી સહેલાઈથી બીજી કઈ રીતે મેળવવા શકય નથી. સત્યાગ્રહને પ્રતાપ હિંદુસ્તાને આ લડતથી આટલું આશ્ચર્યચકિત થવાનું કંઈ કારણ નથી. પણ તેને આશ્ચર્ય લાગ્યું તેનું કારણ છે. સત્યાગ્રહ પરને વિશ્વાસ ડગી ગયે હતો. હિંદુસ્તાન પાસે તેનો આટલો જબરદસ્ત બીજો દાખલો નહેતા. બેરસદનાગપુરના દાખલાઓ થઈ ગયા એ ખરું. અને મેં કઈ જગાએ હજુ દર્શાવ્યું નથી, છતાં હું માનું છું કે નાગપુરને વિજય પણ સંપૂર્ણ હતો. આપણે સારે કે નઠારે નસીબે તે વખતે આપણને “ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિ જે આપણી જાહેરાત કરનાર કોઈ ન મળેલો. તેની વાવણથી હિંદુસ્તાનમાં જ નહિ, પણ આખા જગતમાં બારડોલીની પ્રસિદ્ધિ થઈ છે. બાકી આપણે કંઈ એવું ભારે કરી નાંખ્યું નથી. ભારે તે ત્યારે કર્યું ગણાશે કે જ્યારે ૧૯૨૨ની અધૂરી રહી ગયેલી પ્રતિજ્ઞાનું પાલન કરીએ. ત્યારે જ બારડોલી પર કલંક આવ્યું છે તે દૂર થાય. પણ મેં એ શબ્દ પાછો વાળી લીધો. કલંક આપણે ન કહીએ, કારણ બારડોલીમાં ન થયું તે કંઈ બારડેલી બહાર પણ ક્યાંયે આપણે કરી શક્યા નથી. પણ એને જવાબદારી ઉઠાવવાની કહો કે કલંક ધેવાનું કહે તેને સમય હજુ બાકી જ છે. એ કરવામાં આ લડત મદદરૂપ થઈ પડશે તે માટે મેં તેને વધાવી લીધી છે. ' સોળ આની જીત આપણુ કેવું ભાગ્ય કે બારડોલીમાં જ આવી લડતને પ્રસંગ આપણને મળે તેમાં સંપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થઈ. જે માગ્યું તે સેળસેળ આના મળ્યું. આપણે માગી તેનાથી બીજી ઘણી શરતો માગી શકતા હતા, તપાસની શરતોમાં આપણે કહી શકતા હતા કે મહેસૂલ ઉઘરાવતાં જે જે જુલમ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવી જોઈએ. પણ એવી માગણી આપણે નથી કરી એ વલ્લભભાઈની ઉદારતા. સત્યાગ્રહીને તારિક વસ્તુ મળે એટલે તે રાજી થાય છે, અને લેભ કે આગ્રહ રાખતો નથી. હવે શું કરવું? છે. ત્યારે હવે આપણે શું કરવું? આ ઉત્સવને આત્મનિરીક્ષણને અવસર બનાવી દઈએ. જે સ્વયંસેવકો આ લડત પૂરતા જ આવ્યા હતા, લડત ૨૭૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy