SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવાણું રહેશે. તેઓ જે વકીલની મદદ ન લે, પૈસાની મદદ ન લે, તલવાર પર ઝૂઝશે તે શરીર કહેવાશે, પણ આજે આપણે જે ઢંગથી કામ લઈએ તે રીતે તે નામર્દ બનવાના છીએ. એમાં ધર્મ નથી. ધર્મ તે નમ્રતામાં છે, નમતું મૂકવામાં છે; મરવામાં અથવા લડતાં લડતાં મારીને મારવામાં છે, પણ લડીને અદાલતમાં જવામાં નથી. આજે આખા હિંદુસ્તાનની અંદર દીનહીન સ્થિતિ વ્યાપી રહેલી છે, એમાંથી નીકળી જવાના પાઠ આપણે બારડેલીમાં શીખ્યા છીએ. બારડેલીમાં શરાતના બતાવ્યું તેથી આપણને શું ઝાંઝપખાજ વગાડી રાચવાને અધિકાર મળી જાય છે? (અહીં ખૂબ વરસાદ પડવા માંડ્યો, પણ લોકો પોતાને સ્થાનેથી ખસ્યા નહિ) મેં તો તમને સત્યાગ્રહી તરીકે આત્મશુદ્ધિને ધર્મ સમજાવ્યું. આપણે હિંદુસ્તાનમાં રહેનારા એક જ માટીમાંથી પાકેલા એક જ હિંદમાતાની ગેદમાંથી પેદા થયેલા છતાં વિધર્મી સગા ભાઈઓ તરીકે કેમ ન રહી શકીએ? બીજે એક કાર્યક્રમ તે છે જ. હિંદુઓ તરીકે આપણે હિંદુજાતિની સુધારણ કરી ચૂક્યા? આપણે પતિત સ્થિતિ માટે આપણે કેટલા જવાબદાર, છીએ? તમે તમારી મેળે જ હિસાબ કરશો તો જોશો કે એ શુદ્ધિ વિના સ્વરાજ ન મળે. બીજી કઈ રીતે મને સ્વરાજ લેતાં આવડતું નથી. એ મારી મર્યાદા છે, એ સત્યાગ્રહની પણ મર્યાદા છે. જે સ્વરાજ બીજે કઈ રીતે મળતું હોય તે તે સ્વરાજ ન હોય પણ બીજું જ કાંઈ હશે. જેમ હિંદુધર્મ સડે કાઢવાનું છે તેમ હિંદુ તેમજ બીજા ઘમીઓને હિંદુસ્તાનનાં હાડપિંજર પ્રત્યે શે ધર્મ છે? હિંદુસ્તાનનાં હાડપિંજરમાં તમે ચરબી અને માંસ દાખલ કરવા ઇચ્છતા હે તે રેટિયા સિવાય એકે બીજે રસ્તો નથી. એનું નાનકડું કારણ હમણાં જ મારા જેવામાં આવ્યું તે સંભળાવી દઉં. ખેતીવાડી કમિશનને રિપોર્ટ સેંકડે પાનાનો બહાર પડ્યો છે, તેના ઉપર સર લલ્લુભાઈ શામળદાસની ટીકા વાંચી. તેમણે જણાવ્યું છે કે કમિશનના સભ્ય ભીંત ભૂલ્યા છે, ગ્રામ્ય. ઉદ્યોગેના પ્રકરણમાં એમને રેંટિયાનું નામ લેવું પણ યોગ્ય નથી લાગ્યું. સર લલ્લુભાઈ કહે તેમ એ નામથી પણું તેઓ ભડક્યા અને અસ્પૃશ્ય. માનીને આઘા ખસ્યા છે. એના ઉચ્ચારણથી પણ શરમાયા છે. એ શા કારણે હશે? જે રેંટિયા પાછળ કેટલાક ઘેલા થયેલા છે એનું નામનિશાન. નહિ, અરે, એની નિંદા કે ટીકા પણ નહિ. એનું કારણ શું? એની શક્તિથી એ લકે ભડક્યા છે, અને એમાં મને રેટિયાનો જબરદસ્ત બચાવ મળતો લાગે છે. (વળી વરસાદનું ઝાપટું. અંગ્રેજી માલના બહિષ્કારની, ૨૮૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy