SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ થશે? તેની સામે આવે જ શુદ્ધ સત્યાગ્રહ કરી શકશો ? ૧૯૨૧માં દારુ પર એકી શરૂ કરેલી, પણ આપણુએ જ તે વખતે ત્રાસ છોડાવ્યું હતું. જેઓ પિતે પીનારા હતા તેમણે જ બીજાના પર જુલમ ગુજાર્યો, તેથી જ તે કામ બંધ કરવું પડેલું. રેંટિયાશાસ્ત્રી અને ત્યારપછી રેંટિયા પર આવીએ. રેંટિયા વિષે તમારી શ્રદ્ધા જામેલી છે? તમને એટલી શ્રદ્ધા બેઠી છે કે રેંટિયા ન હોત તો આ લડત શક્ય. જ ન બનત? રાનીપરજમાં કેટલાક સુંદર સેવકએ રેંટિયાથી સારી છાપ. * પાડી અને તેમની પ્રીતિ સંપાદન કરી હતી એ વસ્તુ જો સમજ્યા છે તે રેંટિયાશાસ્ત્રી થવા તૈયાર થશો? રામ કે અલ્લાહનું નામ લેતા કે મૂંગા. મૂંગા રેંટિયાનું કામ કરશો? આજ આખા દેશમાં ત્રાક સુધારનાર માત્ર છે. કે સાત માણસ છે. ઠરડ વિનાની ત્રાક લેવી જોઈએ એ શોધ છે. રેટિયાયુગ શરૂ થયું ત્યારથી જ થઈ. માર રાજ્ય તરફથી રેંટિયાની. પ્રવૃત્તિ થઈ રહી છે. તેમણે પણ સીધી ત્રાક બનાવવાનો પ્રયત્ન કરી જે. છે. ત્યાંથી નમૂના આવ્યા પણ બધી ત્રાક પાછી મોકલવી પડી. લક્ષ્મીદાસ શુદ્ધ ત્રાક માટે જર્મની સાથે પત્રવહેવાર કરી રહ્યા છે. જે દરેકને રસ પડી શકે તો સૌ પોતપોતાને હાથે કરી લઈ શકે. ત્રાક સીધી કરતાં જે. દરેકને આવડે તે કેટલું સરળ કામ થાય? રેંટિયાપ્રવૃત્તિમાં આવી જે બેચાર આંટી છે તે ઉકેલીએ તે આજ રેંટિયા મારફત ઘણું વધારે કામ લઈ શકીએ. એ કામમાં સરદાર તમને રસ પાડી શકશે ? અથવા તમે કહેશે. કે વલ્લભભાઈ એવું કામ નહિ બતાવે, એ તો પેલો સાબરમતીવાળે લપલપ. કર્યા કરશે? પણ તેને એ સિવાય બીજું કંઈ ન આવડે ત્યારે શું કરે ? દલિત કેમેને કેયડે તે પછી ભયંકર કોયડે અંત્યજનો છે. તેમાં જ દૂબળાઓને પ્રશ્ન સમાઈ જાય છે. રાનીપરજ સાથે ઉજળિયાત કહેવાતો વર્ગ ઓતપ્રોત થઈ શકશે? એ ન કરી શકે તો પણ શું તમને ભાસે છે કે તમે સ્વરાજ લઈશકશો? શું તમને લાગે છે કે એકવાર સ્વરાજ મળશે એટલે પછી તેવા. હઠીલાઓને મારી મારીને તમે સીધા કરી દેશે? છતને સાચે ઉપયોગ - જે આ જીતને આખા હિંદુસ્તાનને મુક્ત કરવામાં વાપરવા માગતા હે તે આ અને આવા બધા જ કોયડાઓને ઉકેલ કાઢથે જ ટકે. જે આ નહિ ને બીજું કઈ રચનાત્મક કામ તમે જાણતા હે તે ભલે તે કરે. લડાઈ તોડીવાર ચાલીને પાછી મંદ પડવી જ જોઈએ, પણ લડવાની
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy