SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ મું ગાજવીજ કિંમત લીધી છે કે કેટલી તે જાહેર કરે, નહિ તે જમીન જેટલી કિંમતે વેચી છે તે પ્રમાણે સરકાર મહેસૂલ ઠરાવે. . . જમીન રાખનારાઓની સામે તો પારસી ભાઈઓ અને બહેનોની ટુકડીઓ ઊભી રહેશે ને કહેશે મારે ગોળીઓ અને પચાવ જમીન; તમે જમીનમાં હળ મૂકે તે પહેલાં અમારી લોહીની નીક વહેરાવવી પડશે અને અમારાં હાડકાનું ખાતર કરવું પડશે.” બીજે એક ઠેકાણે કહ્યું: સરકાર જાહેરનામું બહાર પાડીને કહે છે કે ર૯મી જૂન સુધીની - તમને મહેતલ આપીએ છીએ. આવા વાયદાના સોદા જ કરવા હોત તો પ્રજા આટલી મહેનત ને આટલાં સંકટ શા સારુ વહરત? . . . જાહેરનામામાં પઠાણની ચાલચલકતને “દરેક રીતે નમૂનેદાર” કહેવામાં આવી છે તો કરેને તમે તેમનું અનુકરણું તમારા અમલદારોને કહી દો કે એ પઠાણ જેવી જ નમૂનેદાર ચાલ ચાલો, પછી તમારે કોઈની સારી ચાલના જામીન લેવાપણું જ નહિ રહે. . . . સરકારને આપણું સંગઠન ખેંચે છે. ખેડૂતને હું સલાહ આપું છું કે તમને દગો દે તેને બિલકુલ જતે ન કરે. તેને કહી દે કે આપણે એક હેડીમાં બેસીને ઝુકાવ્યું છે; તેમાં તારે કાણું પાડવું હોય તે તું હેડીમાંથી ઊતરી જા, અમારે ને તારે વહેવાર નહિ. આ સંગઠન અમારા રક્ષણ માટે છે, કોઈને દુઃખ દેવા માટે નથી. સ્વરક્ષા માટે સંગઠન ન કરવું એ આપઘાત કરવા બરાબર છે. વૃક્ષને વાડ કરી ઢેરથી બચાવીએ, ગે લગાવીને ઊધઈથી બચાવીએ તે આવડી જબરી સરકાર સામે લડત માંડી છે તેમાં ખેડૂત પિતાના રક્ષણું માટે વાડ શા સારુ ન કરે ? . . . સરકાર કહે છે કે પહેલા પૈસા ભરી દે. ચોર્યાસી તાલુકાએ ભરી જ દીધા છે તો ? તેથી તમે તેને કર્યો ઇનસાફ આપે ? . . . જાહેરનામામાં જમીને માલ રાખનારા અને જમીન રાખનારા મળ્યા છે એવી બડાશ હાંકવામાં આવી છે. મળ્યા તો કેણ મળ્યા છે? માલ રાખનાર તમારા જ પટાવાળા અને પોલીસ, ભેંસ રાખનારા એકબે ખાટકી ખુશામત કરીને સૂરતથી લાવ્યા, અને જમીન રાખનારા સરકારના ખુશામતિયા અને સરકારી નોકરના સગાઓની કેવી આબરૂ છે તે જગત જાણે છે.” આ પછી જે ત્રણ વિભાગમાં જમીન વેચાઈ ગયાનું જાહેર થયું હતું તે ત્રણ વિભાગમાં શ્રી. વલ્લભભાઈએ બહેન મીઠુબહેન, બહેન ભક્તિબહેન, અને પોતાની પુત્રી બહેન મણિબહેનને તે વેચાયેલી જમીન ઉપર ડેરા નાંખીને બેસવાની વ્યવસ્થા કરી. ૧૬૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy