SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ લીધેલી જમીન તેમને કદી પાછી આપવામાં નહિ આવે; વળી, આવી ૧,૪૦૦ એકર જમીનને નિકાલ થઈ ચૂક્યો છે, અને બીજી ૫,૦૦૦ એકરને યથાકાલે નિકાલ કરી દેવામાં આવશે, વળી “આજ સુધીમાં એક લાખ રૂપિયા સરકાર તાલુકા અને મહાલના લેણા પેટે વસૂલ કરી ચૂકી છે, . . . ઘણું લોકે ભરવાને આતુર છે પણ સામાજિક બહિષ્કાર અને નાતબહાર મૂકવાની તથા દંડની ધમકીને લીધે એ લોકો પાછા પડે છે, એટલે જે ૧૯મી જૂન સુધીમાં લોકો ભરી દેશે તે તેમની પાસેથી ચોથાઈ દંડ લેવામાં નહિ આવે.” લોકોએ આ જાહેરનામાં અનેક અર્ધસત્ય અને અસત્યોવાળા આ જાહેરનામા –ને સરકારની નાદારીની એક નવી જાહેરાત તરીકે ગણી કાઢયું. ચોથાઈ દંડની અને જપ્તી નોટિસ નકામી ગઈ, ખાલસા નોટિસે પણ નકામી ગઈ, ભેંસે પકડવામાં પણું સાર નથી દેખાતે. અને અમુક જમીન વેચાઈ અને બીજી વેચાશે એ ધમકીને અર્થ લોકોએ એવો કર્યો કે સરકારની એક તસુ જમીન પણ વેચવાની મઝદૂર ચાલવાની નથી. લોકોને ખરી રીતે જમીન જશે એવો ડર જ રહ્યો નહોતો. આ વિષેના સરદારનાં એકેએક વચન તેમને ભવિષ્યવાણી જેવાં લાગતાં હતાં. સરદારે તો તેમને કહ્યું હતું: યાદ રાખજો કે જે સત્યને ખાતર ખુવાર થવા બેઠા છે તે જ આખરે જીતવાના છે; ને જેમણે અમલદારો જોડે કુંડાળાં કર્યા હશે તેમના માં કાળાં થવાનાં છે, એમાં મીનમેખ થનાર નથી. જાણજો કે તમારી જમીન તમારું બારણું ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે અને કહેવાની છે કે હું તમારી છું.” હવે ગામોગામ તેઓ સરકારી જાહેરનામાનાં જૂઠાણાં અને ધમકીઓના પિોકળ ઉઘાડાં પાડી સરકારની આબરૂના કાંકર કરવા લાગ્યાઃ “સરકાર કહે છે કે ૧૬૮૦ એકર જમીન તેમણે વેચી નાંખી છે અને હજી ૫,૦૦૦ એકર વેચવાના છે. સરકારના કમિશનર કહે છે કે જમીનની કિંમત આકારના ૧૨૩ ગણું થઈ છે. જે આ જમીન વેચી તે એની એટલી
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy