SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ મું નિષ્પક્ષ સાક્ષીએ આવશ્યક છે કે કુલ ખેડાણ જમીનનો કેટલા ભાગ રોકડ ગણત , આપતા ખેડૂતોના હાથમાં છે; ત્રીજો પ્રશ્ન એ છે કે આકારણીની જૂની મુદત દરમ્યાન ગણોતના દરમાં જે વધઘટ થઈ હોય તે તપાસવામાં અપવાદરૂપ વર્ષોનાં ગણોત બાદ કર્યા છે કે નહિ; ચોથો, મહેસૂલના નવા દર નકકી કરવા માટે માત્ર ગણોત ઉપર જ આધાર રાખવાનું લેંડ રેવન્યુ કોડ તથા સેટલમેંટ મેન્યુઅલની રૂએ કેટલે, દરજજે વાજબી ગણાઈ શકે એમ છે.” કોડનો તથા મેન્યુઅલનો અભ્યાસ કરીને તથા ઘણાં ગામોમાં પિતે પ્રત્યક્ષ તપાસ અને પૂછપરછ કરીને તેઓ નીચેના નિર્ણય ઉપર આવ્યાઃ ૧. ગણેતનાં પત્રકમાંથી વ્યાજુ ગણતના દાખલા, શરતી વેચાણના દાખલા તથા પૂરાં વસૂલ નહિ થયેલાં ગણતના દાખલા બાદ નહિ કરેલા હોવાથી, તેમજ ખાતેદારે જાતે જમીનમાં જે સુધારા કર્યા તેને લીધે જે વધુ ગણોત ઊપજે તેમાંથી સુધારાને કારણે ઊપજનો વધારે લેંડ રેવન્યુ કોડની ૧૭૭મી કલમ પ્રમાણે બાદ કરવો જોઈએ તે પણ બાદ નહિ કરેલો હોવાથી ગણોતનાં પત્રક ગંભીર ખામીવાળાં ગણાય. ૨. રોકડ ગણોતે અપાયેલી જમીન ૨૦ ટકાની આસપાસ ગણાય, અને સને ૧૮૯૫ માં “૯૪ ટકા જમીન ખાતેદારો જાતે જ ખેડતા હતા, તે હકીકત ધ્યાનમાં લઈએ તો ગણોતે ખેડાતી જમીનનું આજનું પ્રમાણ ૩૦ ટકા ગણવું એ બહુ ગેરવાજબી રીતે મેટું પ્રમાણ છે. ૩. રેવન્યુ મેમ્બરે પોતે જ બહાર પાડેલી યાદી મુજબ, ૧૯૧૮–૧૯થી ૧૯૨૪–૨નો ભાવના ઉછાળાને સમય કોઈ પણ જાતની ગણત્રીમાં નહિ લેવાવો જોઈએ. - ૪. સેટલમેંટ કમિશનરે પોતાના “એકમાત્ર સાચા એધાણ” તરીકે અપૂરતા અને ચાળ્યા વિનાના ગણતના આંકડા ઉપર, પરોક્ષ. તપાસનાં પરિણામો ઉપર અંકુશ તરીકે વાપરવા માટે નહિ પણ ખેતીના ખર્ચમાં જે વધારો થયો છે તે વિચારવું જ ન પડે અને તે માટે કાંઈ બાદ ન કરવું પડે તે માટે આધાર રાખે છે. વળી (સેટલમેંટ મૈન્યુઅલના શબ્દોમાં કહીએ તે) “વધારો ૨૧૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy