SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આહેલી સત્યાગ્રહનો ઇતિહાસ મસ્તીમાં કર્તવ્યભાન ભૂલવાની ગફલત ન થાય તેની સચોટ ચેતવણી આપનાર, જેવો લડતને તેવો જ શાંત રચનાત્મક કાર્યને રસ ચડાવનાર ભાષણ ગાંધીજીએ ૧૯૨૨ના ઐતિહાસિક આંબા નીચે કર્યું તે અક્ષરશઃ અન્યત્ર આપવામાં આવે છે. જુઓ “અમૃતવાણી’ પાનું ૨૭૮. ગુરુશિષ્યનાં દર્શન નાગપુર અને બેરસદના વિજયવેળા તે ગાંધીજી જેલમાં હતા, એટલે નાગપુરનો વિજય મેળવનારા કે બારસદનો વિજય મેળવનારાઓને ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં દર્શન મેળાં નહેતાં થયાં. બારડોલીના અપૂર્વ વિજયની એક અપૂર્વતા ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં ભેળાં દર્શન સાને મળ્યાં એમાં પણ કહ્યું - તો ખોટું નહિ. બારડોલીના કાદવકીચડમાં ફરતા, અને નદી અને ખાડીઓના સરકણા ઘાટ ઉપર એકબીજાને ટેકો દઈને ખેડૂતોમાં ભળી જતા આ યુગલનાં દર્શન સેહામણાં હતાં. બંનેને એક જ સ્થાને બેસવું એ તો પેલી ભેળી બહેનને જેવું મૂંઝવણભર્યું લાગ્યું હતું તેવું જ લાગ્યું હશે. પણ પ્રેમી જનતાના આગ્રહને વશ થઈને તેમને તે પણ કરવું પડયું. વિજય અગાઉ તે ગાંધીજી જ્યાંત્યાં સરદારના હુકમને આશરે લઈને કહેતા, “સરદારનો હુકમ નથી એટલે કેમ બોલાય ?' વાલોડમાં સરદારનું સ્થાન સૈનિકે જ લઈ લીધું, અને વિભાગપતિ ચંદુલાલે ગાંધીજીને બોલાવ્યા. ગાંધીજીએ વાલોડમાં પોતાની મૂંઝવણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવીને ટાળી, બારડોલીની એક સભામાં માન રાખ્યું છતાં માનપત્ર વલ્લભભાઈને આપતાં તેમની પીઠ ઉપર શાબાશીને મજબૂત થાબડો દઈને ટાળી, સૂરતમાં ૧૯૨૧ ના કાર્યક્રમની યાદ દઈને ટાળી, અને અમદાવાદમાં. પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવવાની ના પાડીને ટાળી. વાલોડનું ટૂંકું ભાષણ અહીં જ આપી દઉં: “તમારામાંના કેટલાકને એમ લાગે છે કે આપણને લડવાનું વધુ મળ્યું હોત તે સારું. મને પણ એમ ભાસે. પણ સત્યાગ્રહી ખેટી રીતે મુદ્દલ લડવા ન માગે, સાચી રીતે જન્મારા સુધી લડયા જ કરે. કારણું એની શાંતિ તો લડાઈમાં જ રહેલી છે. પણ શરતનું પાલન સામે પક્ષ ન કરે ૨૭.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy