SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકર પિતાની લડતમાં થોડી સફળતા મળી છે ખરી, પરંતુ હવે જે ખેડૂત મહેસૂલ નથી ભરતા તેમના ઉપર કાયદેસર પગલાં લેવાવા. માંડવ્યાં છે. સર માઈકલ એડવાયર જેવા માણસો તો ઘૂઆઆ થઈને કાયદો પૂરા જેસથી અમલમાં મુકાવો જોઈએ એવી બૂમો. પાડવા લાગ્યા. . વહાઈટહોલ, સિમલા અને મુંબઈ વચ્ચે કેવા તારવ્યવહાર: ચાલ્યા હશે, વહાઈટહાલથી થયેલા દબાણને લીધે કેવા લશ્કરી. વ્યુહ રચાયા હશે એ બધા વિષે તે શું કહી શકાય? એ તો કઈ ભવિષ્યના ઇતિહાસકારને પ્રસ્તુત સમયનાં સરકારી દફતર તપાસવાનાં. મળી આવશે તો બારડોલીમાં સરકારની કસોટીને પ્રસંગે તેણે કેવા છૂપા ભેદ રચ્યા હતા તે ઉપર અજવાળું પડશે. પરંતુ તેમની બાહ્ય હિલચાલો ઉપરથી તેમનાં દિલમાં જે ભડક પેસી ગઈ હતી તેની ઠીક કલ્પના આવી શકતી હતી. તાલુકામાં સશસ્ત્ર પિલીસ સારી સંખ્યામાં એકઠા કરવામાં આવ્યા હતા, અને જે કે નવા નિમાયેલા પોલીસ સુપરિન્ટેન્ડન્ટને તો પાછો બોલાવી લેવામાં આવ્યો હતે – આવી રીતે ભડકી જઈને પગલાં લેવાની તેણે ના પાડી હતી તેથી – છતાં આ બધા ઉપરથી સરકારના ઈરાદા વિષે કશી શંકા રહેતી નથી. આમ વિવિધ બળે દરેક દિશાએથી પિતાની અસર પાડી રહ્યાં હતાં તેને પરિણામે, રેવન્યુ મેમ્બર મિ. ૩ જાતે તપાસ કરવા અમદાવાદ ગયા હતા તેમના ત્યાંથી પાછા આવ્યા પછી સરકારી મંત્રીઓની એક “યુદ્ધપરિષદ’ થઈ તેને પરિણામે ૧૩ મી જુલાઈએ ના. ગવર્નર ના. વાઇસરોયને મળવા સિમલા ગયા. લોકોના સેવક રહેવાને બદલે લોકોના સ્વામી થઈ પડેલા અમલદારેથી ગવર્નરસાહેબ બહુ વખત સુધી દોરવાયા હતા. પોતાની કારકિર્દી તેમણે એવી રીતે શરૂ કરી નહોતી. જ્યારે સર લેરલી ગવર્નરના પદ ઉપર આવ્યા ત્યારે બારસદને સત્યાગ્રહ ખૂબ જેસમાં ચાલી રહ્યો હતો, તે વખતે તેમણે જરા પણ વિલંબ કર્યા વિના . હોમ મેમ્બર સર મેરીસ હેવર્ડને એકદમ બેરસદ મેકલ્યા હતા, અને ત્યાંની પરિસ્થિતિ ઉપર તેમનું નિવેદન માગ્યું હતું. આ ૨૩૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy