SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ વધારે ન ભરવાની છૂટ જાહેર થઈ હતી. ભોળા ખેડૂતો આ કનસેશનને શું સમજે? એ ખેડૂતોને આવી લાલચમાં ન ફસાવવાનો ઉપદેશ આપતાં રવિશંકરભાઈએ વાલોડની એક સભામાં પિતાની રમૂજી ભાષામાં આ પ્રમાણે સમજ આપી હતીઃ “એ સરકારના કાયદા આપણે ન સમજીએ. આપણે તે સત અને ધર્મને કાયદે. સતને પંથે ચાલીએ અને અનીતિ અને અન્યાયની સામા થઈ એ. કાયદા સરકારી અમલદારે માટે; તે તેને સમજે અને અમલ કરે: બક રાક્ષસે કાયદો કર્યો હતો કે મારે રેજ આટલા મણ આહાર જોઈએ. આટલાં બકરાં, આટલા ઘેટાં, આટલાં માણસો જોઈએ. એ બક રાક્ષસને કાયદે હતે. એ તેને માટે હતે. એ જુલમી કાયદાને જે વશ થતા હતા તેમને માટે હતું. ભીમને માટે એ કાયદે છેડે જ હતો?” લેકે પણ સરકારથી ઝટ ભોળવાય એમ નહતું. બારડોલીના થાણમાં અનેક જણ કંઈક નહિ તે કંઈક સલાહ માટે આવ્યા જ હેય. “મારી જમીન ખેતીની નથી. મેં તો મકાન બાંધવા થોડી જમીન સરકાર પાસે ભાડે લીધી હતી. એનું એક રૂપિયો ત્રણ -આને ભાડું છે એ ભરાય?” એમ પૂછતો એક ભાઈ આવે છે. તે બીજે પૂછે છેઃ “મારી વાવલાની જમીન છે. ફલાણે કહે છે કે એનું ભરાય. મને લાગે છે ન ભરાય. એની સલાહ આપશે?' ત્રીજો એક માતબર પટેલ આવીને કહેઃ “આ જમીનનાં કાગળિયાં જુઓ. હાઈ કોર્ટમાં એને માટે ત્રણ વર્ષ લડ્યો અને જમીન મેળવેલી છે. એનું ભરવું જોઈએ ?’ આવાને વલ્લભભાઈ સલાહ આપે છે, સાંત્વન આપે છે, ધીરજ અને હિંમત આપે છે. લોકો એકબીજાને પણ હિંમત આપી રહ્યા છે. બાજીપરાના એક મક્કમ ખેડૂત કહેઃ “જમીન ખાલસા થશે ખાલસા, શું કરશો ? આ શરીર એક દહાડો ખાલસા થઈ જવાનું ને ! આ લડત તે આપણું સવારથની છે. વલ્લભભાઈને શો સવારથ છે? ગાંધી ડોસા તે અઘરી લડત લડાવતા હતા. તે તે સ્વરાજ લેવા માટે લડવાનું કહેતા હતા. તે આપણને અઘરું પડતું. આ વેળા આપણે સમજીએ તે સહેલી બાજી છે. વલ્લભભાઈનું નાક ન કાપશો.”
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy