SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જી ખેતીને નફે? બતાવવા માટે પણ આપવા જેવી છે. અનેક ખેડૂતે સાહેબની આગળ બેઠેલા હતા તેમાંથી મકનજીભાઈને પસંદ કરવામાં આવ્યા અને તેમની તપાસ શરૂ થઈ. દોઢેક કલાક સુધી એ તપાસ ચાલી. ૧૫ એકર ૧૦ ગુંઠા કપાસ, ૧૨ એકર ૨૫ ગુંઠા ઘાસ, ૬ એકર જુવાર, ૨ એકર ૩૯ ગુંઠા ભાત, ૩૦ ગુંઠા ઘઉં, ભાતના જેટલા વાલદિવેલા, ૨ એકર ૨૩ ગુંઠા કઠોળ, એમ એમની જમીન લખાઈ તમારી પાસે હળ કેટલાં ?” . બળદ કેટલા ?” બે જોડ. આમાંથી ૧૬૯ની કિંમતે નાનાં ગોધાં આ. વર્ષે વેચી દીધાં.” ત્યારે આ વર્ષે બધી જમીન એક જોડે ખેડે છે ?' હા; પણ ૧૦ એકર ૧૯ ગુંઠાના ત્રણ નંબર મેં આ વર્ષે છેડી દીધા, અને ઓરણીની મોસમમાં મેં સેંઢલ કરી હતી.” વારુ, ત્યારે તમને ભાત, કપાસ, જુવાર, કડબ, ઘાસ કેટલાં પાક્યાં ?” ભાત પંદર હારા; કપાસ 8ા ભાર; જુવાર બે ગાલી; વાલ ૧૪ મણ; તુવર ૩ મણ; મગ પોણે મણ; ચોળી ૧ મણ; ૨૫,૦૦૦ ઘાસના પૂળા એકવડા; ૧,૨૦૦ પૂળા કડબ, ૪૦ મણ ગોતર; ૩,૦૦૦ પૂળા ભાતના.” કપાસ શા ભાવે વેએ ?” ૧૮૬ ના ભાવે સસાઈટી મારફતે.” “ઘાસ કેમ વેચ્યું ?” ઘાસ તો વેચાયું જ નહોતું.” “પણ કિંમત શી આવત ?” પાંચ રૂપિયા.” એની કિંમત અગાઉ વધારે આવતી ખરી ?” ગયે વરસે ૬ હતી, તેને આગલે વર્ષે સાત હતી, પેલે વર્ષે છા હતી.” ૦૧૭
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy