SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ખાલી સીયહને ઇતિહાસ - પરિણામે સમાધાની થઈ શકે નહિ. આમ છતાં, માનવંતા સભાસદેને હું ચાદ દેવા ઈચ્છું છું કે તેમને અને ખાસ કરીને બારડેલી તાલુકામાં રહેતા લોકેના ચૂંટાયેલા પ્રતિનિધિરૂપ સભ્યોને, તેમના મતદારોની વતી અને તેમના હિતમાં બોલવાનું બંધારણપુર:સરને અધિકાર છે. તે સભ્યનાં અને આ સભાના માનવંતા સભાસદેનાં મનમાં ખેડૂતોના કલ્યાણને જ વિચાર આગળપડતું હશે એ વિષે મને ખાતરી છે, અને હું ખરા દિલથી વિશ્વાસ રાખું છું કે માનવંતા સભાસદે આ વિષય વિષે આ જ વિચારેથી પ્રેરાશે. નિસંશય, આ વસ્તુસ્થિતિને વધુ ચાલવા દઈ શકાય જ નહિ, -અને આખરી નિર્ણય જેમ બને તેમ જલદી થ જ જોઈએ. સરકાર આથી લાગતાવળગતા સભ્યોને જણાવે છે કે ફેરતપાસને માટે અવશ્ય પળાવી જોઈએ એવી શરતે તેઓ તેમના મતદારોની વતી સ્વીકારે છે કે નહિ તે તેમણે આજથી ચૌદ દિવસમાં નામદાર મહેસૂલ ખાતાના સભ્યને લખી જણાવવું. . . . : - - હું નથી માની શકતે કે આ શરતોને ઈનકારથી આવતાં પરિણામે - જેવાં કે ખેડૂત ઉપર પડતી જબરી હાડમારી, ઊભી થતી કડવાશની લાગણી અને સરકાર તેમજ લોકો વચ્ચે આવી લડતનું આવતું ચેકસ પરિણામ – જોતાં આ શરતે ફેંકી દેવામાં આવે, છતાં પણ, હું સાફ કહેવાની ફરજ સમજું છું કે આ શરતે સ્વીકારવામાં નહિ આવે, અને પરિણામે સમાધાની સધાય નહિ, તો સરકાર કાયદાની પૂર્ણ સત્તા જાળવવા માટે જરૂરી અને - વાજબી લાગે એવાં પગલાં લેશે, અને સરકારની કાયદેસરની સત્તા હરરસ્ત પળાય એટલા સારુ પોતાની સર્વ શક્તિઓને તે ઉપર કરશે. ખાનગી વ્યક્તિઓ કાયદાથી ઉપરવટ રહેવાને પ્રયત્ન કરે કે બીજાઓને તેમ કરવાને પ્રેરે એવાં બંધારણમાં ભાગ લે તે ન તો મુંબઈ સરકાર કે ન તે કઈ પણ બીજી સરકાર સાંખી શકે. આવું ચાલવા દેવું એટલે સરકારને મૂળમૂતેથી છેદ ઉરાડી દે; અને સરકાર નામને લાયક એવી કઈ પણ સરકાર, કેઈ પણ દેશમાં, આવાં કામને અટકાવવા કે બાવવા પોતાની સર્વસત્તા ન અજમાવે એ કલ્પનામાં પણ ન આવી શકે–પછી ભલેને આનાં પરિણામો ગમે તે આવે. મેં આ ઉદ્ગારે કાઢયા છે તે કોઈ પણ રીતે ષમકી તરીકે લેખવાના નથી. મારા મનમાં એવું કશું જ નથી. એ વસ્તુસ્થિતિની માત્ર જૂઆત છે. છતાં મારી સ્પષ્ટ ફરજ છે કે સરકારની સ્થિતિ વિષે ફરીવાર ગેરસમજ કે બેટી રજૂઆત થાય નહિ એટલા ખાતર મારે એ આ માનવંતી સભાને અને બારડોલી તાલુકાની ચિતને ખુલ્લું કહેવું જોઈએ. ૩૮૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy