SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્ય મુ આરસી ફેબ્રુઆરી જવાબદારીવાળા માણસેા હતા, સારા સારા ખાતેદારા હતા, ત્રણસેથી પાંચસે રૂપિયા સુધી ધારે। ભરનાર ખાતેદારા હતા. એક પારસી સજ્જનતા ૭૦૦ રૂપિયા ભરનારા હતા. આ લેાકાના મેટાભાગે આગ્રહપૂર્વક જાહેર કર્યું કે વધારેલું મહેસૂલ અન્યાય છે અને ન જ ભરવું જોઈ એ. શ્રી. વલ્લભભાઈ એ એક પછી એક માણસ લઈને સવાલ કર્યો, પાંચ ગામેાના માણસા એવા હતા કે જેમણે જાહેર કર્યું: અમે જૂનું મહેસૂલ ભરી દઈએ, અને ખાકીનું ચાહે તે રીતે વસૂલ કરવાની સરકારને હાકલ કરીએ.' બીજા બધા સરકાર નમતું મૂકે નહિ, અથવા જૂનું લેવાને તૈયાર ન થાય ત્યાં સુધી કશું જ ન ભરવાની તરફેણમાં હતા. લેાકેા નિખાલસતાથી વાત કરતા. એક રાનીપરજ ખેડૂત કહેઃ ‘ટકી તેા રે'હું, પણુ છકારને તાપ ન્હીએ જીરવી હકાય. બીજો એક જણ ખેલ્યા : સરકાર થાય તે કરે, બીજાનું સૂઝે તે થાય, હું તે। નહિ ભરું.' એક ગામવાળા કહે: ‘અમારે ત્યાં અર્ધું ગામ અસહકારી છે, અર્ધું સહકારી છે. પેલા અમે કરીએ તેથી અવળું જ કરનારા રહ્યા. ’એક જણ હિંદુમુસલમાનેા બધા એક છે, માત્ર ૨૫ ટકા ભલ્યા. બીજો એક જણ કહેઃ ‘ચાર જણ પણ સાચા હશે તે " કહે ઃ અમારા ગામમાં મુસલમાન નથી આખા તાલુકા ટકશે. ‘ ચાર જણ કાણુ ? ' ચાર આગેવાન,’ એમાં તમે ખરા કે નહિ ? ’‘ના, સાહેબ, હું તે ચાર્ પછી ચાલનારા. ’ એટલે શ્રી. વલ્લભભાઈ કહે: ' તેા ચાર આગેવાન ઊભા થાએ જેએ મહેસૂલવધારા સામે થતાં ખુવાર થવાને તૈયાર હોય. ' એટલે ટપાટપ ચાર જણ ઊભા થયા ! દરમ્યાન જૂનું મહેસૂલ ભરવાના પક્ષવાળા પેલાં પાંચ ગામના પ્રતિનિધિએ બીજાની સાથે બેસીને ચર્ચા ચલાવી રહ્યા હતા, તેઓ આખરે નિર્ણુય ઉપર આવ્યા કે આખું મહેસૂલ ન ભરવામાં આખા તાલુકાની સાથે રહેવું. આમ બધાની ખૂબ તપાસ કર્યાં પછી પણ શ્રી. વલ્લભભાઈ પટેલે જાહેર ભાષણમાં લેાકેાને ખૂબ ચેતવણી આપીઃ ‘મારી સાથે ખેલ ન થાય. ખિનજોખમી કામમાં હું હાથ ધાવનારા નથી. ૩૫ "
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy