________________
૨૪
ન્યાયના ભવાડા “આ રાજ્યમાંથી ઈન્સાફ મેં સંતાડીને નાસી ગયો છે.” મારડોલીમાં ખાસ નીમવામાં આવેલા રેસિડન્ટ - અમેજિસ્ટ્રેટની પાસે કેવા કેવા કેસ લઈ જવામાં આવતા હતા તે વિષે આગલાં પ્રકરણોમાં પ્રસંગોપાત્ત ઉલ્લેખ થઈ ગયો છે. આ પ્રકરણમાં એ “ન્યાયમંદિર'માં ન્યાયને કેવો સીકે ચડાવી દેવામાં આવ્યો હતો, અથવા ન્યાયની કેવી વિડંબના થઈ હતી તે જરા વિગતવાર જોશું. બારડોલીમાં સરકારને બદનામ કરવામાં દરેક અમલદારે પોતપોતાનો ફાળો યથાશક્તિ આપ્યો હતો. - એમાં આ ખાસ નીમવામાં આવેલા રેસિડંટ મેજિસ્ટ્રેટનો ફાળો કોઈનાથી ઓછો તે નહોતો જ, કદાચ વધારે હશે. પણ એમાં એનો દોષ નહે. રેવન્યુ ખાતાનો જ અમલદાર, જેને આ કેસો ચલાવવાની ખાસ લાયકાત તો કશી જ નહોતી, ઊલટી રેવન્યુખાતાના અમલદાર તરીકે એ કેસો ચલાવવાની તેની નાલાયકાત કહીએ તો ચાલે. અને એ બિચારો કરે શું? ૧૯૧૯ના માર્શલ લોના દિવસેમાં હાઈકોર્ટ જજના હોદ્દાના માણસોની ન્યાયવૃત્તિને વળ ચડી ગયો હતો તે આ બિચારાનું ગજું શું ? બારડોલીના જેવા ઉશ્કેરાયેલા વાતાવરણમાં બેસીને ન્યાય આપવા બેસવું એ એને માટે દોહ્યલું કામ હતું. મહેસૂલ ન ભરનાર, ન ભરાવી દેનાર અને જપ્તીઅમલદારોની ઊઠવેઠ ફેક કરનાર જે કઈ તેની સામે આવે તેને હિંદુસ્તાનના ફોજદારી કાયદાની કોઈપણ કલમ નીચે
૧૯૪.