SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ રળિયામણુ થી ઉપર જેલ નથી અસર કરી શકતી; કદાચ સરકારની પાસે નરકવાસ આપવાને અધિકાર હોય તો તે નરકને પણ સ્વર્ગ કરી મૂકવાની શકિત રવિશંકરભાઈ ધરાવે છે. હસતા હસતા તે કહે: “મિતેષાં ગર્તવા કુતરતેષાં વાચઃ એ વાત અમારે માટે તદ્દન સાચી છે. આવી જીત મળશે, આટલામાં છૂટીને નીકળશું એવું સ્વપ્ન પણ નહોતું ધાર્યું.' રવિશંકરભાઈ તો ધારાળાઓના ગોર રહ્યા, એટલે તેમને પિતાના ઢગલાબંધ જજમાને જેલમાં મળી ગયા. કેઈ કેદીની સાથે તેમને સીધી ઓળખાણ હોય, તે કેઈનાં સગાંવહાલાં યાદ કરીને ઓળખાણ નીકળે. “મહારાજ, તમે અહીં -ક્યાંથી! હાર, ભલે આવ્યા. તમને ચક્કીનું કામ આપ્યું છે. ફિકર નહિ, આપણું પંદરહાર માણસ ચકી પર છે. તમારું તો ઘડીકમાં દળી દે,” એમ કહીને સૈ આશ્વાસન આપે. એક જણ તે હરખઘેલો થઈને પગે લાગી પડોઃ “હે, ગાંધીજી તમે અહીં કાંથી ?” – જે ધારાળાઓએ ગાંધીજીનાં કદી દર્શન નથી કર્યા તેને રવિશંકરભાઈ ગાંધીજીજ છે–એટલે પછી “ગાંધીજી સમજાવે કે કેમ આવવાનું થયું. પોતાના જેલજીવનની વાતો કરતાં રવિશંકરભાઈ કહેઃ “આપણે તો કાગડા બોલે સૂવું અને કાગડા ! ઓલે ઊઠવું. ઊઠયા કે તરત સાબરમતી આશ્રમનો ઘંટ સંભળાય. બીજા ઊઠવ્યા હોય તે પહેલાં તો હું પરવારીને બેઠેલો હોઉં. મેં તો જેલમાંથી બહાર નીકળીને જ દીવો જોયો. જેલમાં દીવાનાં ‘દર્શન નથી કરવા પામ્યા. છ અઠવાડિયાં મને ઘંટી હતી. રોજ ૩૭ શેર દળવાનું. નાગપુરમાં તે બેત્રણ કલાકમાં એટલું દળીને ફેંકી દેતો. અહીં આરંભમાં જરા મેડું થતું, પણ પછીથી તે દેઢબે વાગ્યામાં બધું પૂરું થઈ જાય.” તમને આ ખોરાક કેમ પચી ગયો?” એમ પૂછતાં કહે : શાક તો ઝેર જેવું મળતું, પણ એ બધું હું પી ગયો છું, આંખ મીચીને એ ખાઈ જાઉં. રોટલા તો મારે ત્રણ વેળના સાતઆઠ જોઈએ અને તે સ્વાદથી ખાઉં. દાળ ઘણાને ન રુચે એવી હોય, પણ હું તો રોટલો ચાવી ચાવીને ખાઈ જાઉં, અને ઉપર દાળ પી જાઉં!' ૨૭૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy