SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ મું આરેપી ન્યાયાધીશ બન્યા વિસરાવા માંડ્યા છે– શાંતિની વાતો હવે શાંત થવા માંડી છે અને લડાઈ અને લોહીલુહાણુના ગંભીર ધ્વનિ એ પરદુઃખત્પાદક ઋષિઓને મુખેથી કાને પડવા માંડ્યા છે. ગોળીબાર અને હાડકાંનાં ખાતર વગેરે વાત શાંતિના ઉપાસકોને મુખેથી નીકળવા લાગી છે.” પણ ખબરખાતાના વડા અને કલેકટરને શું કહીએ જ્યારે પ્રાંતને ગવર્નર સરકારની એટલે સરકારી અમલદારોની નીતિને ખાસ વિસ્તીર્ણ બચાવ કરવા નીકળી પડે છે, અને તે બચાવ કરતાં પરિણામે ઊલટો સરકારને જ દોષપાત્ર સિદ્ધ કરે છે. આનું જરા વિસ્તારથી વિવેચન કરવું જરૂરનું છે. મુંબઈના એડવોકેટ અને ધારાસભાના સભ્ય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમને વિષે વધારે વિગતવાર ઉલ્લેખ આવતા પ્રકરણમાં આવશે તેઓ આ લડતમાં રસ લેનારા જાહેર પુરુષોમાં અગ્રગણ્ય કહેવાય. મે મહિનાની આખરે એમણે સર લેસ્લી વિલ્સનને બારડેલીની ઘટનાઓને વિષે ઘણું કાગળો લખેલા, અને લખતાં આરંભમાં જણાવેલું કે પોતે રાજબંધારણમાં માનનાર તરીકે કાગળ લખે છે, “કર ન ભરનાર અસહકારી તરીકે નહિ.' આવી રીતે પિતાની સ્થિતિની ચોખવટ કરવાને લીધે જ કદાચ એમને નામદાર ગવર્નરની પાસેથી લાંબા કાગળ મળી શક્યા. શ્રી. મુનશીએ ગવર્નરને વીનવ્યા હતા કે તેઓ આ બાબતમાં વચ્ચે ન પડે તો બારડોલીને મુદ્દો છે તેના કરતાં બદલાઈ જશે. ગવર્નરે એક તરફથી શ્રી. મુનશી લોકમત તરફ ન ઢળે એ હેતુથી તેમને રીઝવવા સારુ લાંબી દલીલના કાગળો લખ્યા, અને બીજી તરફથી પિતાના કાગળોમાં સહેજે સિદ્ધ થઈ શકે એવાં અસત્યો ચીતરી લોકોને ખોટા પાડવા પ્રયત્ન કર્યો. બારડોલીને મુદ્દો બદલાઈન જાય એટલા માટે શ્રી. મુનશી ના. ગવર્નરને વચ્ચે પડવાની વિનંતિ કરે છે, ના. ગવર્નર મુદ્દાને અવળે વાળીને કહે છેઃ “બારડોલીમાં સવિનય ભંગનું શસ્ત્ર ઉગામીને સરકારને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.” જે વસ્તુ લોકો તરફથી, સરદાર તરફથી, - ગાંધીજી તરફથી અનેક વખત સ્પષ્ટ કરવામાં આવી હતી તેનો ૧૯૧
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy