SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ખામોશીના પાઠ ૧૪ મું સરદારનું દરેક ભાષણ ચેતવવાના ઉદ્દેશથી જ અપાતું હતું. અકાટીના ભાષણના મહત્ત્વના કરા આ રહ્યાઃ “ આપણી આ લડતમાં આ ધારાસભાના સભ્યની સ્થિતિ કંઈક પરાણા જેવી છે ખરી. કારણ કે તેઓ જેને બંધારણપૂવ કની લડત કહે છે તેના ક્ષેત્રમાં બુદ્ધિવાન ખેલ ખેલે છે. તેવી લડાઈમાં મને રસ નથી. મને તેમાં સમજ પડતી નથી. મને તેા કાઠાવિદ્યામાં ગમ પડે છે. પારકી શેતરંજ, જેમાં પેદાંએ તેના મલિકની મરજી પ્રમાણે ચલાવવાનાં હોય છે, એવા માયાવી. દાવમાં પાસા નાંખવા એ મને અગમ્ય લાગે છે. જે લત આપણે લડી રહ્યા છીએ તે બીજાને આકરી વસમી વસ્તુ લાગતી હશે, પણ મને તેવી નથી લાગતી. મને તે એમની ખ’ધારણપૂર્વકની લડત જોઈ ને ભારે વિસ્મય થાય છે. કારણ કે તેમાં સરવાળે મીડુ આવે છે. આમ તેમને ને મારે કા પદ્ધતિની બાબતમાં એટલેા મતભેદ છે. પણ આ કામમાં અમે પાંચે એકમતના છીએ, કારણ કે આમાં પ્રશ્નની વાત સત્ય છે. ખરું કહીએ તે તેમણે જ મને આ કામ સોંપ્યું છે, તેમણે જ મને કહ્યું કે અમે તે અમારા બધા જ દાવ ફૂંકી તૈયા, પણ એકે ચાલ્યા નહિ. માટે હવે તમારું કાઠાયુદ્ધ અજમાવા. મેં એ સ્વીકારી લીધું છે. આપણને એમાં કાઈ નહિ હરાવી જાય. કારણ કે આપણા ગુરુએ જે વિદ્યા શીખવી છે તેમાં હારને સ્થાન નથી. આ શું એક લાખ રૂપિયા બચાવવા માટેની લડાઈ છે ? તે વ્યાજખી હાય તા એકના બે લાખ આપીએ. પણ આ તે તમારી અરજી ન સાંભળી, તમારા પ્રતિનિધિઓએ ધારાસભામાં જે જે સબળાવ્યું તે ન સાંભળ્યું, અને મારા જેવા જે સરકારને કાઈ દિવસ લખે જ નહિ તેનું પણ ન સાંભળ્યું ! જે આજે ૨૨ ટકાનેા વધારા સાથેા છે એમ મને લાગત તા ખીજા બધા ના કહેત તે!પણ હું કહેત કે ભરી દે. ખેડા જિલ્લામાં રેલ આવી ને લેાકાને માથે મહા દુઃખ આવી પડ્યું ત્યારે બહારથી લોકોને ખૂબ મદદ આવી. સરકારે પણ બન્યું તેટલું કર્યું. એ બધાના પિરણામે ખેડૂતા પેાતાના પાક ઊભેા કરી શકા હતા. પછી જ્યારે હપ્તાના વખત આવ્યા ત્યારે મને કેટલાક એવી સૂચના કરવા લાગ્યા કે આવી આતને કારણે એણસાલ જમીનમહેસૂલ માફ થાય તે સારું. મે કહ્યું કે ના. જ્યાં હું જોઉં છું કે સરકાર પેાતાનું બનતું કરે છે, દોષ રહેતા હાય તેા તે સરકારની ખાટી દાનતના નથી, પણ સ્થાનિક અમલદારોને જ છે, કે જેઓ ઉદારતાનાં કામ કરવાને ટેવાયેલા નથી ત્યાં એવી વાત થાય જ કેમ ? તેથી મેં તે વખતે તમામ ખેડૂતને કહ્યું કે તમારા ખેતરમાં ૧૦૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy