SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂંચઉકેલ? • છે, પણ એ જ જમીનનો આકાર રૂ. ૨૧૮-૬ છે (એટલે કે શ્રી. જયકરે આપેલી રકમનું બમણું છે). એટલે આ આંકડામાં કયાંક ભયંકર ગોટાળે હોવા જોઈએ, એટલે શ્રી. જયકરે ગણેત મહેસૂલનું ૧૧.૨૯ ગણું છે એમ જણાવ્યું છે તેને માટે જરાય આધાર નથી. છતાં એ આંકડાને આધારે સેટલમેંટ કમિશનર અંડર્સને લખ્યું કે એ ગામને ત્રણ વર્ગ ચઢાવી પહેલા - વર્ગમાં મુકાય છતાં એને આકાર વધારે પડતો નથી એમ કહેવાય.” હશે આ આંકડામાં વાચકને વધારે ઉતારવાની હું જરૂર જેતો નથી, જેકે રિપોર્ટમાં તે એ આંકડાના બેદુદાપણા ઉપર અને મિ. અંડર્સને એના ઉપર આધાર રાખવાની જે ભૂલ કરી તે ઉપર પાનાનાં પાનાં ભય છે: બીજી એક શોધ અમલદારોએ એ કરી કે મિ. ઍડર્સને -તાલુકાની ત્રીજા ભાગની અથવા લગભગ અધ જમીન ગણેતે અપાઈ છે એમ માનવામાં ભીંત ભૂલ્યા હતા : “શ્રી. જયકરને સાત વર્ષને ગણતનો આંકડો ૪૨,૯૨૩ એકર લઈને મિ. અંડસને જમીનના કુલ આંકડા ૧,૨૬,૯૮૨ એકરની સાથે તેનું પ્રમાણ કાઢયું; જ્યારે ૪૨,૯૨૩ એકરનું પ્રમાણ તે એક વર્ષની કુલ જમીન સાથે ન નીકળે પણ ૧,૨૬,૯૮૨ એકરના સાત ગણું કરીને તેની જ સાથે નીકળી શકે. એટલે ગણેતે અપાતી જમીન લગભગ અધ છે એમ કહેવામાં મિ. ઍડર્સને ભારે થાપ ખાધી છે.” અમલદારોની પિતાની ગણત્રી પ્રમાણે કુલ ગણોતે અપાતી - જમીન સંકડે ૯ ટકાથી ૧૧ ટકા જેટલી હોવી જોઈએ. અમે ૬ રકાની અટકળ કરી હતી. અને એ અટકળ સાચી છે, કારણ એ કુલ ગણાતે અપાયેલીમાંથી કહેવાતી ગણોતે આપેલી બાદ જાય તો શુદ્ધ ગણોતે અપાયેલી કદાચ ૬ ટકા જ રહે. - વેચાણના દાખલાઓની પણ તપાસ તો શેની જ હોય? એ પણ અમલદારોએ કેટલાંક ગામેની તપાસ ઉપરથી જોયું. અને પરિણામે એ નિર્ણય ઉપર આવ્યા કે શ્રી. જ્યકર અને. મિ. અંડર્સને ગણેતના આંકડાને આધારે ગામડાંના વર્ગમાં જે ફેરફાર કર્યા છે તે આખા રદ કરવા જોઈએ. - ત્યારે અમલદારોએ પિતે શી રીતે ગૂંચ ઉકેલી ? એ કે ભલા થયા હોત તો કહી શકતા હતા કે તાલુકાની સામાન્ય - ૩૨૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy