SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ માગણી જ થાય. આબાલવૃદ્ધ સૌને એ ભજનોની ધૂન ગમી ગઈ અને ચાટે અને ચકલે, ખેતરોમાં અને શેરીમાં બાળકો અને બાળાઓ એ ધૂન લલકારવા લાગ્યાં: અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે ભલે કાયાના કટકા થાય– અમે૦ ડંકો વાગ્યે લડવૈયા શરા જાગજો રે . શરા જાગજો રે કાયર ભાગજો રે–ડું કે, માથું મેલે સાચવવા સાચી ટેકને રે સાચી ટેકને રે, સાચી ટેકને રે– માથું . ધીમેધીમે અળગા રહેલાઓ સૈ પાસે આવતા જતા હતા. સરભોણ એ પિતાને કેળવાયેલા અને મુત્સદ્દી માનનારા અનાવલાએને કિલે. એ હજી જોડાયા નહોતા. શ્રી. વલ્લભભાઈના ભાષણને પરિણામે ત્યાં ચમત્કારિક અસર થઈ. પહેલા બધા નાના ખાતેદારો આવ્યા અને એક પછી એક સહીઓ કરી ગયા, મેટાઓ જે થેડે વખત રાહ જોવામાં ડહાપણ સમજતા હતા તેઓ પાછળ પાછળ આવ્યા અને તેમણે પણ સહી આપી. આખરે રહી ગયા માત્ર એકબે પેન્શનરો – જેઓ પણ આખર સુધી તાલુકા સાથે જ રહ્યા એમ આગળ ઉપર જોશું. | મુસલમાન વર્ગમાંના કેટલાક પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવામાં ધર્મનો વાંધે કાઢતા હતા. બાર વર્ષની ઉમરથી એક પણ રોજે ચૂક્યા નહોતા એવા પાક મુસલમાન ઈમામસાહેબ બારડોલીમાં રાજા કરતા બેઠા, રોજા છતાં પણ વાલેડ સુધી જતા અને મસ્જિદમાં જઈને વાઝ આપી આવતા, એની કાંઈ જેવી તેવી અસર નહોતી થઈ. તેમની જ સમજૂતીથી વાલોડના મુસલમાન ભાઈએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી આપી. સ્ત્રીઓ પણ હવે સભામાં ખૂબ ઉત્સાહથી ભાગ લેવા લાગી. આજ સુધી તેમને શૂર ચડાવનાર નેત્રીઓ હજી આવી નહોતી. હવે બહેન મીબહેન, ભક્તિબહેન, ઘેલીબહેન, અને સુરજબહેને એ કામ ઉપાડી લીધું. મીઠુબહેનની પાસે લડત ઉપરાંત ખાદીનો ૬૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy