SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ વધારે તાવણું સરકારને બીજું કંઈ સૂઝતું ન હોવાથી તે અત્યારે હવાતિયાં મારી રહી છે. એ તેમને ગૂંચવવા માગે છે. તમે જરા તોફાન કરશે કે તરત એ ચડી બેસશે.” જી ત્રાસનીતિના તાપ તો વૈશાખજેઠની જેમ તપે છે.. 9 કાયદાને નામે બારડોલીમાં લૂંટ, ઢેરી , ઘર ફડવાનું ચાલી રહ્યું છે. માત્ર અન્યાયના નાટકથી હસવું આવે છે, કારણ જેલમાં જવાનું વધાવી લેનારને ખોટા પુરાવાથી ચીડ શા સારું થાય ? પણ આ પાપચિત્રા ચીડ ઉત્પન્ન કરે એવાં છે. દિવસના જપ્તી કરવાનું ન બને એટલે રાત્રે ધાડ પાડવી, લેકની વાડો તોડવી અને પાછલે બારણેથી પસવું, પાછલે બારણેથી પસીને ઘરનાં પતરાં ઉખેડી ઘરમાં પેસી વાસણકુસણ ઉઠાવવાં, એ કયું શાહુકારીનું કામ છે ? અને એ પણ કોના ? શેઠ વીરચંદ ચેનાજી જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થ, જેમની હજારોની જમીન સરકારદફતરે દાખલ થયાનું જાહેર કરવામાં આવ્યું હતું, જેમની બે ઘડીઓ જપ્ત કરવામાં આવી હતી તેમને ઘેર આ બધાં તોફાન કરવામાં આવ્યાં! એક પારસી વરને પોચા જાણી ખુવાર કર્યા, છતાં તેમને ન નમાવી શક્યા. હવે આ વણિક વીરને નમાવવાને માટે આ નામોશીભરેલાં કૃત્યો કરવા માંડયાં ! બધા કિસ્સાઓ નેંધવાનું આ સ્થળ નથી. લડત ચાલતી હતી તે વેળા બધાની વીગતે વર્ણવવાની આવશ્યકતા રહેતી હતી. ઇતિહાસમાં માત્ર થોડા નમૂનાને જ સ્થાન હોય. ૧૨૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy