SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ: . બીજી બાજુએ પ્રજાને મોટો વર્ગ ગભરાઈ ગયો હતો. તેમને થયું કે હવે તે કેણું જાણે કેવો ભયંકર હત્યાકાંડ આવી પડશે. એટલે અત્યારસુધી તેઓ લડતને ટેકો આપતા હતા અને કેની માગણીને વાજબી ગણતા હતા તેપણું ભાવી વાદળથી તેઓ ડરી ગયા. આ વર્ગને મત આગ્રહપૂર્વક જાહેર કરનાર મુંબઈના એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના તંત્રી હતા, જેમણે જણાવ્યું કે શ્રી. વલ્લભભાઈ પટેલ જણાવે છે કે બારડોલીમાં સવિનય ભંગની વાત જ નથી, છતાં સર લેસ્લી વિલ્સને જે ભય બતાવ્યો છે તે ભય સાચે છે એટલે શ્રી. વલ્લભભાઈએ ગવર્નરે આપેલી શરત કબૂલ કરવી. દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતમાં બનેલા એક કિસ્સાની ખોટી સરખામણી કરીને તેમણે શ્રી. વલ્લભભાઈને સલાહ આપી કે “હાલતુરત માટે લડત મોકૂફ રાખવી, કારણ આજકાલ હડતાળને લીધે અને મજૂરવર્ગમાં ચાલતી ઊથલપાથલને લીધે સરકાર બહુ અગવડમાં છે. આ તો તેમણે પિતાને દૈનિકમાં લખ્યું, પણ તેમના સાપ્તાહિકમાં લખેલા લેખથી જણાતું હતું કે તેમને સરકારની મૂંઝવણનું ઝાઝું દુઃખ નહોતું, તેમને તે કદાચ ભવિષ્યમાં માર્શલ લે અને તેમાંથી નીપજતાં ભીષણ પરિણામે આવી પડે તેની ફિકર થતી હતી. એક દિવસ તેઓ શ્રી વલ્લભભાઈની મર્યાદા અને વિવેકનાં વખાણ કરતા તો બીજા દિવસના લેખમાં તેઓ જણાવતા કે બહાદુરી અને આંધળિયાં એ બંને એક વસ્તુ નથી, એટલે સત્યાગ્રહીઓ સરકારની શરત કબૂલ કરે તેમાં તેમને કશું ખોવાપણું છે જ નહિ, પણ મેળવવાપણું છે! પણ જે ખેડૂતો ઉપર બધા આફતના ડુંગર તૂટી પડવાનો ડર રાખવામાં આવતું હતું તે ખેડૂતે તે નિરાંતે પિતાની ખેતીમાં લાગ્યા હતા, તેમને નહતી સરકારની ધમકીની દરકાર કે ઉપર જણાવેલી ડાહી શિખામણની કદર. ‘યંગ ઇન્ડિયામાં ગાંધીજીએ આકળા બનેલા ગરમ વર્ગને અને ડરી ગયેલા નરમ વર્ગને બંનેને ઉદ્દેશીને નીચે પ્રમાણે ચેતવણી આપી હતીઃ સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરની સૂચના વિષે વલ્લભભાઈ શું કહેશે તેની મને ખબર નથી, પણ બારડોલીની સહાનુભૂતિની ખાતર મર્યાદિત ૨૪૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy