________________
(૫)
(૪). (૨) સમ્યક જ્ઞાન : સંશય, વિપર્યય, અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન.. (૩) સમ્યફ ચારિત્ર : સમ્યગ્દર્શન - જ્ઞાન પૂર્વક આત્મામાં સ્થિરતા વીતરાગ ચારિત્ર અને સરાગ ચારિત્રનો ભેદ જાણવો આ ત્રણે આત્માના શ્રધ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણોના શુદ્ધ પર્યાયો છે. “મોક્ષ કહ્યો નિજ શુધ્ધતા - પર્યાયમાં શુધ્ધતા થાય છે. મૂળ મારગ સાંભળો જિનનો રે !” ત્રણેની વ્યાખ્યા : (૧) છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સર ઉપદેશથી, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.... (૨) જે જ્ઞાન કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુધ્ધ પ્રતીત. કહ્યું ભગવંતે દર્શન તેહને, જેનું બીજું નામ સમકીત. (૩) જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ તેવો સ્થિર સ્વભાવ તે નિપજે રે. નામ ચારિત્ર અણલિંગ. મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ, સમજ પિછ સબ સરળ હૈ, બીન સમજે મુશ્કીલ.
| (૬)
(૫) જૈન દર્શનના મહાન સિદ્ધાંત
(૧)
(૨)
દ્રવ્યની સ્વતંત્રતાનો સિધ્ધાંત : દરેક વસ્તુ દ્રવ્ય - ગુણ - પર્યાયથી સ્વતંત્ર છે. એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ, પરિણામી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર - મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ - નુકસાન કરી શકે નહિ, મારી - જીવાડી શકે નહિ, સુખ - દુઃખ આપી શકે નહિ, એવી દરેક વસ્તુની દ્રવ્ય - ગુણ - પર્યાયની સ્વતંત્ર વ્યવસ્થા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારી કહી છે. ક્રમબધ્ધ પર્યાયનો સિધ્ધાંત : જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી, સર્વજ્ઞા ભગવંતોએ એમના જ્ઞાનમાં જે પ્રમાણે જાણ્યું છે, તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે તે જ નિમિવથી તે જ પ્રમાણે પરિણમન થાય. તેમાં નરેન્દ્ર દેવેન્દ્ર કે જિમૈક પણ કાંઈ કરી શકે નહિ. આ અબાધીત સિધ્ધાંત છે. “જે બનનાર છે તે ફરનાર નથી.” ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતાનો સિધ્ધાંત : દરેક પર્યાય પોતાની તે સમયની યોગ્યતા પ્રમાણે પોતાના ષકારકથી સ્વયં પ્રગટ થાય છે, ત્યારે તેને અનુકળ નિમિત્તની હાજરી હોય છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આવી રીતે ઉપાદાન અને નિમિત્ત બને સ્વતંત્ર છે. સારઃ કોઈ પણ કાર્ય થાય ત્યારે પાંચ સમવાય હોવ જ છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ ૯૪) નિમિત્ત (૫) પુરુષાર્થ સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનની પર્યાયમાં આ પાંચે સમવાય લગાડવા. “વીતરાગતા એજ બધા શાસ્ત્રોનું તાત્પર્ય છે.
(૪)