________________
( ૮૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
પ્રજાનું રક્ષણ કરવું અને તેને શિક્ષિત-કર્તવ્ય જ્ઞાનવાળી બનાવવી એ બે કારણથી રાજાને પ્રજાપતિ કહ્યો છે. પ્રજાનું કર્તવ્ય આ છે કે તે પોતાના રાજા ઉપર પ્રીતિ રાખે, તેની પૂજા સેવા (આજ્ઞાપાલન) કરે. જ્યારે રાજાએ પ્રજાનું પાલન-પોષણ કરવું જોઈએ. ૨૧. રાજાને પ્રિય કોણ થાય?—–
घृतं यो यमदृताभ, हालां हालाहलोपमाम् । पश्येदारान वृथाकारान्, स भवेद्राजवल्लभः ।। २२ ॥
જે પુરુષ છૂત( જુગાર)ને યમરાજના દૂત સમાન જાણે છે, મદિરાને હલાહલ વિષ સમાન જાણે છે અને સ્ત્રીઓને વૃધા આકારવાળી એટલે ખરાબ રૂપવાળી અથવા કેદખાનારૂપ જાણે છે, તે પુરુષ રાજાને પ્રિય થાય છે. ૨૨. રાજાથી ફાયદા
नाकालमृत्युन व्याधिन दुर्भिक्षं न तस्कराः । भवन्ति सत्चसम्पन्ने, धर्मनिष्टे महीपतो ॥ २३ ॥
, પૃ. ૨૧, ૨ ક૨ (૨. રા.) રાજા સયુક્ત અને ધાર્મિક હોય તે તેના રાજ્યમાં અકાલ મરણ થતું નથી, વ્યાધિની ઉત્પત્તિ થતી નથી, દુકાળ પડતું નથી અને ચાર લેકે હોતા નથી. ૨૩.