________________
( ૧૦૪૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
મટી શ્રદ્ધાના સ્થાનરૂપ જે માણસ જિનેશ્વરની પૂજા કરે છે તેના ઘરનું આંગણું જ સ્વર્ગ સમાન છે, ચકવર્તીની શુભ લક્ષમી તેની સખી છે, સૌભાગ્ય વગેરે ગુણેની શ્રેણી તેના શરીરરૂપી ઘરને વિષે ઈચ્છા પ્રમાણે વિલાસ કરે છે, તેને સંસારસમુદ્ર સુખે તરવા લાયક થાય છે અને તેના હસ્તતલના મધ્ય ભાગમાં શીઘપણે મુક્તિ આળેટે છે. ૧૬. જિનપૂજા –
यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलोचनैः सोऽर्च्यते, __ यस्तं वन्दत एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति क्लप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ॥१७॥
સિપ્રજળ, ર૦ ૨૨. જે મનુષ્ય જિનેશ્વરને પુપિવડે પૂજે છે તે પુરુષ દેવાગનાઓનાં વિકવર લોચનેવડે પૂજાય છે, જે મનુષ્ય જિનેંદ્રને એક વાર જ વંદન કરે છે તેને ત્રણ જગત નિરંતર વાંદે છે, જે મનુષ્ય તે ભગવાનની સ્તુતિ કરે છે તેની પરકમાં ઈંદ્રના સમૂહ સ્તુતિ કરે છે, તથા જે મનુષ્ય તે પ્રક્ષુનું ધ્યાન કરે છે તે કર્મનો નાશ કરનાર પુરુષનું ચોગીઓ ધ્યાન કરે છે. ૧૭.
प्रसादनार्थ जगतां जनो यथा,
करोति चेष्टा विविधां समादरात् ।