________________
( ૧૧૪૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
કરવી, કુશળ પ્રશ્ન કરે અને સમાગમ-સલાહસંપ કરા; પણ કદાપિ વિરોધ કરે નહીં. ૩. સંપની જરુર –
कुठारमालिकां दृष्ट्वा, द्रुमाः सर्वे प्रकम्पिताः । वृद्धेन कथितं तत्र, अत्र जातिर्न विद्यते ॥ ४ ॥
(કોઈ માણસ પાસે) કુડાડાના સમૂહને જોઈને સવ વૃક્ષે ( આ કુહાડાઓ અમને કાપી નાંખશે એવા ભયથી) કંપવા લાગ્યાં. તે વખતે એક વૃદ્ધ વૃક્ષે (તેમને ધીરજ આપતાં) કહ્યું કે-આ કુહાડાને વિષે હજુ આપણે જાતિ ભળી નથી–એટલે કે લાકડાના હાથા રહિત એકલા જ કુહાડા છે ત્યાં સુધી આપણને ભય નથી. (આ અન્યક્તિ છે. જ્યાં સુધી પોતાની જાતિને માણસ શત્રુ સાથે મળે ન હોય ત્યાં સુધી શત્રુ કાંઈ કરી શકતું નથી. ) ૪. સંપનું ફળ –
बहूनामप्यसाराणां, समुदायो जयावहः । तृणैरावेष्टयते रज्जुः, तया नागोऽपि बध्यते ॥ ५ ॥
જૈનપતઝ, p. ૮૮, સો રૂ ભલે અસાર વસ્તુ હોય તો પણ તેમના ઘણાને જે સમુદાય થયેલ હોય તો તે જયને આપનારો છે. જેમકે ( તૃણ અસાર વસ્તુ છે તથા પશુને ખોરાક છે તે પણ) તૃણ-તણખલાં–થી દોરડું શું થાય છે, અને તે દોરડા વડે મોટે મદોન્મત્ત હાથી બંધાય છે. ૫.