________________
તારવવામાં આવ્યો છે તેની વિગત પણ આપવામાં આવી છે, એટલે કોઈ પણ વિષયને અભ્યાસ કરવામાં આ સંગ્રહ વિપુલ વાચન ને મહેનત બચાવે છે. અને દરેક શ્લોકોનું ભાષાન્તર સાથે જ આપવામાં આવેલ હોવાથી ઓછા અભ્યાસવાળાઓને પણ એ એટલે જ ઉપયોગી સંગ્રહ છે.
એક એક ભાગમાં એક એક હજાર લગભગ કલાકે રજૂ કરવામાં આવ્યા છે અને અકારાદિ અનુક્રમ આપી સંગ્રહને બને તેટલો સરળ અને સ્પષ્ટ કરવામાં આવ્યો છે, એ પણ આ સંગ્રહની વિશિષ્ટતા છે.
આવું ઉપયોગી સાહિત્ય રજૂ કરવા બદલ તેના સંગ્રાહક મુનિ શ્રી વિશાળવિજયજી, પ્રેરક તથા સહાયક શાનમૂર્તિ શ્રી જયન્તવિજયજી મહારાજ તથા આર્થિક સહાયકોને અભિનંદન આપતા બાકીના ભાગે તરત પ્રગટ કરે એમ ઇચ્છીએ છીએ.
૧૯૯૩, માગશર શુદિ ૭.
“ જૈન જાતિ” [ પ્રસિદ્ધ જૈન સાપ્તાહિક પત્ર ]
જેને સંસ્કૃત સાહિત્ય ઘણું જ વિશાળ છે. તેમાં નીતિ, ધર્મ, તત્વજ્ઞાન, વ્યવહાર આદિ વિષયો પર લાખો શ્લોકાની રચના થયેલી છે, જેનું વાંચન અને મનન મનુષ્યને ઉચ્ચ જીવન પ્રતિ દેરવામાં નિમિત્તભૂત થાય તેમ છે. મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ પિતાના અભ્યાસકાળ દરમ્યાન એકત્ર કરેલા ૪૦૦૦ જેટલા વિશાળ
શ્લોકસંગ્રહને પુસ્તકાકારે સરસ અનુવાદ સહિત રજૂ કરવાને નિર્ણય કર્યો છે જેમાં આ પ્રથમ ભાગ છે. આ ભાગમાં અહિંસા, હિંસા, સત્ય, અસત્ય, શીલ, મૈથુન ઈત્યાદિ ૫૪ વિષયો પરનો સંગ્રહ પદ્ધતિસર રજૂ કર્યો છે જે નવીન સાધુઓને તથા તે વિષયના અભ્યાસી ગૃહસ્થાને ઉપયોગી થઈ પડશે એમ અમે માનીએ છીએ.
તા. ૩૦-૧૧-૩૫