________________
કેને સંગ્રહ કરી રાખ્યો હતો તેને એક ભાગ અત્યાર અગાઉ પ્રગટ થઈ ગયો છે. તેને બીજો ભાગ હમણું બહાર પડ્યો છે. તેમણે પોતે સંગ્રહેલા શ્લોકો સુભાષિત તરીકે જાળવી રાખવા જેવા છે. વળી તેમણે દરેક શ્લોકની નીચે તેના અર્થ આપ્યા છે તેથી તેની ઉપયોગિતા વધે છે. ઉપદેશકે માટે આવો સંગ્રહ અગત્યનો છે. જોકેાને તેમણે જેમ કે તેમ ન આપતાં
જુદા જુદા ભાગમાં વિષયવાર વહેંચી નાખ્યા છે. શ્રી વિશાળ વિજયજી મહારાજે જણાવ્યું છે તેમ એ ગ્રંથને સુંદર પદ્ધતિસરને અને શુદ્ધ બનાવવાને યશ તેમના ગુરુ શ્રી જયંતવિજયજીને ફાળે જાય તે જોતાં તેમને સમર્પણ કરવામાં તેઓ વાજબી જ છે. આ પુસ્તક બાહર પાડવામાં રાધનપુરવાસી અને મુંબઈના સેના-ચાંદીના જાણીતા વ્યાપારી શેઠ જીવણલાલ કેશરીચંદે સહાય કરી છે. શેઠ જીવણલાલને સહાય કરવા માટે અને પ્રકાશકને તે મેળવવા માટે અભિનંદન ઘટે છે.
તા. ૩૧–૧૦–૩૬
“જૈન” [ જૈન સમાજનું જાણીતું સાપ્તાહિક પત્ર ]
આપણા નિત્ય વાંચન અને મનનમાં કેટલીક વખત મળી આવતા લોકે ઘણું અર્થગંભીર અને મનનીય હોય છેઆવા લોકોની જે તારવણી કરવામાં આવે તો સમય જતાં એ સંગ્રહ, માત્ર અભ્યાસીઓ, ઉપદેશકોને માટે જ નહિ પરંતુ આમ જનતાને માટે પણ બહુ જ ઉપયોગી નીવડે છે. | મુનિ શ્રી વિશાળવિજયજી મહારાજે પોતાના વાંચન અને અભ્યાસના પરિણામે આવો એક સંગ્રહ તૈયાર કર્યો હતો. રસિકેએ તે જોયો, તેની ઉપયોગિતા આંકી અને જનતાના હિતાર્થે પ્રકાશન માટે પ્રેરણા દર્શાવી. મુનિશ્રીને એ વસ્તુ સચી અને પરિણામે આ બે ભાગો પ્રકાશમાં આવ્યા છે.
વાચકોની સરળતા માટે કોને વિભાગવાર વહેચી તેના પર મથાળા કરવા માં આવ્યા છે, તેમજ તે બ્લેક કયા ગ્રંથમાંથી