________________
૧૧
“ખેડા વર્તમાન ” [સાપ્તાહિક પત્ર ]
અત્યાર સુધીમાં ઉક્ત પુસ્તકના બે ભાગ બહાર પડી ચૂક્યા છે. આ બંને ભાગોમાં સંસારના દરેક ધર્મ અને જ્ઞાતિના મનબેને આચરવા યોગ્ય, સર્વ ધર્મોના મહાન ગ્રંથમાંથી તેને નિતાર આ ગ્રંથમાં મૂળના ગ્લૅક સાથે ગૂજરાતી ભાષાંતર કરી આપવામાં આવ્યો છે અને જેના અધ્યયન અને મનનથી દરેક આત્મા આ સંસારમાંના ઇચ્છિત સુખને પામી આત્માને ઉચ્ચ ગતિએ લઈ જઈ શકે તેમ છે. સાથે સાથે અમારે કહેવું જોઈએ કે, આ પુસ્તક દેષ રહિત હોઈ તે દરેક ધર્મ યાને દરેક જ્ઞાતિના ભાઈ
એ વાંચી મનન કરવા યોગ્ય છે. મુનિરાજ શ્રી વિશાલવિજયજીએ આ પુસ્તકને લખવા માટે અથાક પરિશ્રમ ઉઠાવ્યો છે, એમ પુસ્તક વાંચનાર સહેજે સમજી શકે તેમ છે. અમે દરેકને આ પુસ્તક વાંચવા ભલામણ કરીએ છીએ. તા. ૨૪-૬-૩૬
“સમયધર્મ ” [પાક્ષિક પત્ર )
આ પુસ્તકમાં ઘણું ઉપયોગી જુદા જુદા વિષયના સુભા. જિત શ્લોકનો સંગ્રહ કરવામાં આવેલ છે. સાથે ગુજરાતીમાં ભાષાંતર કરી પુસ્તકને સરળ બનાવવામાં આવેલ છે. સંગ્રાહકે પરિશ્રમ સારો સેવ્યો છે. શુદ્ધિ તરફ પણ સારું લક્ષ આપવામાં આવેલ છે. ભાષણ કરનારાઓને અને વ્યાખ્યાતાઓને આ પુસ્તક ઘણું ઉપયોગી છે.
૫, ૬-૧૦-૩ ૫