________________
પુસ્તકાલય” [ પુસ્તકાલય વિષયક પ્રસિદ્ધ માસિક પત્રો
પહેલા ભાગને અભિપ્રાય. શ્રી વિજયધર્મસૂરિ ન ગ્રંથમાલાના ૨૭ મા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલા પ્રથમ ભાગમાં કર્તાએ જુદા જુદા પ્રમાણભૂત પુરાણે, સ્મૃતિઓ, ઇતિહાસ વગેરેમાંથી મૂળ સંસ્કૃત માંકા આપી તેનો ગુજરાતી અનુવાદ બહુ સુંદર રીતે કર્યો છે. ચુંટણી પણ ઉત્તમ છે. કોઈ પણ ધર્મના અનુયાયીને અનુકૂળ થઈ પડે એવું આ પુસ્તક છે. કુલ ૫૫ વિષય સંબંધી સુભાષિતોને આમાં સમાવેશ છે. આવાં પુસ્તકોને પ્રચાર પુસ્તકાલય દ્વારા સહેલાઈથી થઈ શકે. આશા છે કે આ પુસ્તકને યોગ્ય ઉત્તેજન મળશે જ,
નવેમ્બર, ૧૯૩૫.
બીજા ભાગને અભિપ્રાય.
શ્રીવિજયધમસુરિ જૈન ગ્રંથમાલાના ૩૧ મા પુસ્તકરૂપે પ્રગટ થતો આ બીજો ભાગ મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ જુદા જુદા ગ્રંથોના વાંચન તથા અવલોકન સમયે તેમાંથી લેકે એકઠા કરી, ગેડવી તેના અનુવાદ સહિત સંસ્કૃત ભાયા નહીં જાણનાર માટે મૂળ કલાકના ભાપાન્તર સતિ પ્રસિદ્ધ કર્યા છે. જેનેતર ધપમાંથી પણું પુષ્કળ રત્નો સંગૃહીત કર્યા છે. કને અંતે તે કયાંથી લીધે છે તે મૂળ ગ્રંથનું નામ દર્શાવ્યું છે. હજુ બીજા બે ભાગો પ્રસિદ્ધ થવાના બાકી છે. મુનિરાજે બહુશ્રમે લેકકલ્યાણાર્થે આ રત્ન પ્રસિદ્ધ કરાવ્યાં છે. બધા ધર્મના અનુયાયીઓને એમાંથી ઉપયોગી તત્તવ મળી રહેશે.
વિષય પર વહેંચણી કરી છે અને દરેક વિષયમાં કેટલા જોકે લીધા છે તે પણ અનુક્રમણિકામાં જણાવ્યું છે