________________
વિવેક
( ૧૧૯૧ )
विवेकदृष्टया चरतां जनानां,
श्रियो न किञ्चिद्विपदो न किश्चित् ॥ ६ ॥ મૂઢ માણસે લક્ષ્મીને પામીને નિરંતર આનંદ પામે છે અને તેઓ વિપત્તિમાં આવી પડે ત્યારે અત્યંત ખેદ પામે છે. પરંતુ વિવેકદષ્ટિએ વિચરનારા પુરુષને તે લક્ષ્મી પણ કાંઈ હિસાબમાં નથી અને વિપત્તિ પણ કાંઈ હિસાબમાં નથી. (એટલે કે લક્ષમી આનંદ આપતી નથી અને વિપત્તિ ખેદ કરાવતી નથી. ) ૬.
चरन्तो न स्खलन्त्येव, कलिध्वान्तेऽपि कोविदाः । विवेको गुरुवत्सर्वं, कृत्याकृत्यं प्रकाशयेत् ॥ ७ ।।
પંડિતે કલિકાળરૂપી અંધકારમાં ચાલતા છતાં પણ ઠોકર ખાતા નથી. કેમકે તેમની પાસે રહેલે વિવેક (વિવેકરૂપી દી) ગુરુની જેમ કાર્ય અને અકાર્યને પ્રકાશિત કરે છે. ૭. પૂજ્ય અપૂજ્ય અવિવેક ફળ –
अपूज्या यत्र पूज्यन्ते, पूज्यानां तु विमानना । त्रीणि तत्र प्रवर्तन्ते, दुर्भिक्षं मरणं भयम् ॥ ८ ॥
જૈનગ્નતત્ર, p. ૨૦૨. ૦ ૨૭રૂ. જ્યાં આ પૂજ્યની પૂજા થતી હોય અને પૂનું અપમાન થતું હોય, ત્યાં દુકાળ, અકાળ મરણ અને ઉપદ્રવાદિકના ભય; આ ત્રણ બાબત પ્રાપ્ત થાય છે. ૮.