________________
મહાગુજરાતના સુરસિદ્ધ સાક્ષરવર્ય, મુંબઈના માજી ચીફ જસ્ટીસ દી. બા. શ્રીમાન કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી.
પુસ્તક જોઈ જતાં મુનિ શ્રી વિશાલવિજયજીના વિશાલ જ્ઞાનને સહજ ખ્યાલ આવે છે. સંસ્કૃત સાહિત્યનું ઘણું ઊંડું જ્ઞાન હોય તો જ આવા બંધબેસતા કે તેમાંથી તારવી કઢાય. જોડે ગુજરાતી ભાષાન્તર સરળ ભાષામાં આપવાથી પુસ્તક અવશ્ય ઉપયોગી ને લોકપ્રિય થઈ પડવા સંભવ છે.”
ભાવનગર રાજ્યના લોકપ્રિય ન્યાયાધીશ, શ્રીમાન એ. જે. સુનાવાલા સાહેબ, બી. એ., એલએલ. બી.
“..... આપની કલમથી લખાયેલે સુભાષિત-પદ્ય-રત્નાકરનો પહેલે ભાગ સેવકને મળી ગયું છે. સેવક ઘણે જ આભારી થયો છે. સંગત આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીને પગલે ચાલી, તેમને વિદ્વાન શિબ-સમુદાય, સાહિત્ય-સેવામાં જે કીમતી કાળો આપી રહ્યો છે, તે જોઈ આનંદ થાય છે. વિદ્વાનોને, ઉપદેશકાને, ધર્મઅભ્યાસીઓને અને સામાન્ય ગૃહસ્થને પણ આ પુસ્તક ઉપચોગી છે, એટલું જ નહીં પરંતુ આત્માની શાંતિ માટે એક અપૂર્વ સાધન છે. જુદા જુદા અનેક વિષયો સબંધે, જુદા જુદા શ્લોક કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે, તે વિશેની માહિતી, તે તે ગ્રંથના પૃઇ, અધ્યાય વગેરે સાથે આપવામાં આવેલ હેઇને, પુસ્તકની ઉપયોગિતામાં કીમતી વધારો થયો છે. વિષથની ચુંટણી કરવામાં ભારે શ્રમ લીધેલો જોઈ શકાય છે. અનુવાદ સુંદર, સરળ ભાષામાં, સામાન્ય વર્ગને પણ સમજ પડે તેવો છે. પુસ્તકના બીજા ભાગો જલદીથી બહાર પડે એવી પ્રાર્થના છે.”